Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

યહાં પે સબ શાંતિ શાંતિ હૈ...રૈયા રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ ખાલીખમ્મ

.કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજકોટ શહેરમાં આવશ્યક સેવા સિવાયના તમામ વેપાર-ધંધા-મુખ્ય બજારો બંધ રાખવાનો આદેશ થયો હોઇ ગઇકાલથી જ આ નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. આંશિક લોકડાઉનમાં દૂકાનો-મોલ એમ બધુ બંધ છે પરંતુ લોકોની અવર-જવર પર પ્રતિબંધ નથી. સાંજે આઠથી સવારના છ સુધી કર્ફયુમાં અત્યંત જરૂરી કામ સિવાય લોકો પણ બહાર નીકળી શકતાં નથી. શહેરના રૈયા રોડ, યુનિવર્સિટી રોડ અને કાલાવડ રોડ પર હમેંશા વાહનોનો ધમધમાટ રહેતો હોય છે. લોકોથી સતત ઉભરાતા રહેતા આ રસ્તાઓ બપોરે સાડા બાર વાગ્યે આ રસ્તાઓ સુમસામ ભાસતા હતાં. ગણ્યાગાંઠ્યા વાહનો જ જોવા મળતાં હતાં. આ જ રીતે શહેરભરના તમામ મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં સન્નાટો રહ્યો હતો. આવશ્યક સેવા હેઠળ આવતી દૂકાનો સિવાયની તમામ દૂકાનો પણ બંધ રહી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:09 pm IST)