Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

જિલ્લા પંચાયતમાં કોરાનાના માહોલમાં વિવિધ સમિતિના અધ્યક્ષોની વરણી

કારોબારી સમિતિમાં માત્ર ૪ મહિલા સભ્યો જ હાજરઃ સહદેવસિંહની ગેરહાજરીમાં એની અધ્યક્ષ તરીકે વરણી

રાજકોટ તા. ર૯ : જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં અધ્યક્ષોની આજે કોરોનાના માહોલમાં તબકકાવાર વરણી થઇ રહી છે સમિતિઓના અધ્યક્ષો, અગાઉ જાહેર થઇ ગયેલ. આજે જે તે સમિતિની બેઠકમાં વિધિવત વરણી થઇ છે.

કારોબારી સમિતિની બેઠક ડી.ડી.ઓ. શ્રી અનિલકુમાર રાણાવાસીયાની હાજરીમાં મળેલ ૯ પૈકી માત્ર ૪ મહિલા સભ્યો જ હાજર હતા એક સભ્યની દરખાસ્ત અને બીજા સભ્યના ટેકા મુજબ સહદેવસિંહ જાડેજાને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરાયેલ તેઓ ખુદ બિમારીના કારણથી હાજર રહી શકેલ નહી સમાજીક ન્યાય સમિતિમાં મોહનભાઇ દાફડા, શિક્ષણમાં ગીતાબેન ટીલાળા, આરોગ્યમાં જયોત્સનાબેન પાનસુરિયા, બાંધકામમાં પી.જી. કયાડા જાહેર થયા છે.

(3:49 pm IST)