Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રાજકોટમાં આજે પણ વાદળાના ગડગડાટ વચ્ચે મોટા છાંટા પડયા : અમરેલીમાં પણ વરસાદ : સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ વચ્ચે માવઠું

રાજકોટ : રાજકોટમાં આજે સાંજે વાદળાના ગડગડાટ વચ્ચે મોટા છાંટા પડયા હતા. અમરેલીમાં પણ વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ વચ્ચે માવઠું વરસ્યું હતું.

આખો દિવસ ગરમી રહ્યા બાદ સાંજના ૪:૩૦ વાગ્યા આસપાસ વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટા પડયા હતા અમરેલીમાં પણ ગોરંભાયેલા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ વરસ્યો હતો.

છેલ્લા થોડા દિવસોથી દરરોજ સાંજના સમયે માવઠું વરસી જાય છે જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થયું છે.

(4:54 pm IST)