Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ખોખડદળ નદીના કાંઠે ચકલા પોપટના કાર્ડ પર જુગાર રમતા રવી અને નિલેશ પકડાયા

આજીડેમ પોલીસનો દરોડોઃ રૂ.૧૧ હજારની મતા કબ્જે

રાજકોટ તા. ર૯ : ખોખડદળ નદીના કાંઠા પાસે આજીડેમ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ચકલા-પોપટના કાર્ડ પર દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મજબ ખોખડદળ નદીના કાંઠા પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા આજીડેમ પોલીસ મથકના પી.આઇ.વી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ આઇ.જી. જાડેજા તથા જયપાલભાઇ સહિતે દરોડો પાડી ચકલા પોપટના ચીત્રોવાળા કાર્ડ પર જુગાર રમતા રવી વિક્રમભાઇ કાલીયા (ઉ.ર૧) (રહે. કોઠારિયા રોડ રાધેશ્યામ સોસાયટી) અને નિલેશ દેવજીભાઇ વાઘેલા (ઉ.ર૮) (રહે. સ્વાતીપાર્ક કોઠારીયા)ને પકડી લઇ રૂ. ૧૧૩૦૦ ની રોકડ સહિતની મત્તા કબજે કરી હતી.

(3:12 pm IST)