રાજધાની દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેરઃ મલ્લિકાર્જુન રાહુલ સોનિયા અને પ્રિયંકા પ્રચારનું નેતૃત્વ કરશે : યાદીમાં કોંગ્રેસે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, કેસી વેણુગોપાલ, સચિન પાયલટ, ભૂપેન્દ્ર બઘેલ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, પવન ખેરા, કન્હૈયા કુમાર, અલકા લાંબા, સંદીપ દીક્ષિત, અમરિંદર સિંહ રાજા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓને સ્ટાર પ્રચારક બનાવ્યા છે. વારિંગ, ઈમરાન પ્રતાપગઢી, કાઝી નિઝામુદ્દીન, ઉદિત રાજ પણ સામેલ4:17 PM IST
કુભમેળાનો ફાયદો ઉઠાવીને પ્રાઇવેટ પ્લેન કંપનીઓએ પણ પોતાના ભાડાનામાં કર્યો મસમોટો વધારોઃ પ૦ હજારને પાર : સામાન્ય દિવસોમાં અમદાવાદ થી પ્રયાગરાજ નું પ્લેનનું ભાડુ મેક્સિમમ 6 હજાર સુધી જોવા મળે છેઃ Air India નું ભાડું 59,234, Akasa Air નું ભાડું 30,066, Alliance Air નું ભાડું 48,351, IndiGo નું ભાડું 45,294 અને SpiceJet નું ભાડું 40,747 હાલની તારીખમાં જોવા મળી રહ્યું છે3:26 PM IST
"નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભારત ૨૦૪૭ સુધીમાં વિશ્વનું નંબર ૧ કે ૨ અર્થતંત્ર બનશે: રાજ્યના વિકાસ માટે "ડબલ એન્જિન" સરકાર જરૂરી છે: ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન માટે પ્રશંસાના પુલ બાંધ્યા : આંધ્રપ્રદેશ આર્થિક રીતે વેન્ટિલેટર પર હતું" અને કેન્દ્ર સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા ઓક્સિજન પર જીવી રહ્યું છે: મારી મહત્વાકાંક્ષા તેલુગુ લોકોને વૈશ્વિક સ્તરે નંબર વન સ્થાન પર જોવાની છે: આંધ્રના મુખ્યમંત્રી :નદીઓને જોડવાની તાતી જરૂરિયાત: ગોદાવરી અને કૃષ્ણા નદીઓ તો જોડાઈ ગઈ છે અને આંધ્ર સરકાર હવે ગોદાવરી અને પેન્ના નદીઓને જોડવાની યોજના બનાવી રહી છે: ચંદ્રબાબુ2:39 PM IST
ભારતીય જનતા પાર્ટી, આરએસએસ અને ઈંડિયન સ્ટેટ સાથે લડાઈ લડવાની વાત કહીને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ફરી એક વાર કાયદાકીય ગૂંચવણમાં ફસાયા : કોંગ્રેસ સાંસદ રોહુલ ગાંધીનું ભાષણ સાંભળીને ન ફક્ત મારી ભાવનાને ઠેસ પહોંચી પણ ગભરાઈને મારાહાથમાં દૂધની ડોલ ઢોળાઈ ગઈ, તેનાથી મને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યોઃ મુકેશ કુમાર ચૌધરીએ રાહુલ વિરૂધ્ધ સિવિલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી 2:29 PM IST
મન કી બાત: મહાકુંભ, સ્ટાર્ટ-અપ સંસ્કૃતિ અને અંતરિક્ષમાં ભારતની ઉડાનઃ પીએમએ પ્રયાગરાજના મહાકુંભ સહિત ચૂંટણીઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યો : દેશના નાગરિકો સાથે રાષ્ટ્રને લગતા મુદ્દાઓ અને વિષયો પર વાત કરીઃ સામાન્ય રીતે મહિનાના છેલ્લા રવિવારે યોજાતી મન કી બાત 26 જાન્યુઆરીના કારણે મુલતવી રાખવામાં આવી 12:10 PM IST
રાહુલ ગાંધીએ બિહારમાં થયેલી જાતિ ગણતરીને નકલી ગણાવી, કહ્યું- લોકોને મૂર્ખ બનાવી રહી છે : લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધી પહેલીવાર પટના પહોંચ્યા:તેમણે બંધારણ સુરક્ષા પરિષદને સંબોધિત કરી: કોંગ્રેસ હેડક્વાર્ટર પહોંચ્યા અને ચૂંટણી વર્ષમાં તેમના કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો અને તેમનો ઉત્સાહ પણ વધાર્યો9:25 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ SVAMITVA યોજના હેઠળ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું : સ્વામિત્વ યોજના શરૂ કરી, અમે નક્કી કર્યું છે કે ડ્રોનની મદદથી દેશના દરેક ગામમાં ઘર અને જમીનનું મેપિંગ કરવામાં આવશે, ગામડાના લોકોને તેમની રહેણાંક મિલકતના કાગળો આપવામાં આવશેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા: પ્રોપર્ટીકાર્ડથી ગરીબ-ગ્રામીણ નાગરિકોને સાચું 'સ્વામિત્વ' અને આત્મનિર્ભરતા મળશે: ગુજરાતમાં ૧૨ લાખ ૨૩ હજારથી વધુ પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા:પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સ્વામિત્વ યોજનાના લાભાર્થી કાર્ડ ધારકો સાથે સંવાદ સાધ્યો: રાજ્યના ૨૦ જિલ્લાઓના ૪૧૫ ગામોમાં ૬૪,૦૨૯ પ્રોપર્ટીકાર્ડનું વિતરણ9:51 PM IST
મિનિટમાં 300%નો ઉછાળો, ક્રિપ્ટો જગતમાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો, લોન્ચ કર્યો ખાસ સિક્કો : ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને એ પહેલા તેમણે મોટો ધડાકો કર્યો: તેણે $TRUMP મેમ સિક્કો લોન્ચ કર્યો:લોન્ચ થયાના ત્રણ કલાકથી ઓછા સમયમાં તેનું માર્કેટ કેપ $800 કરોડ (રૂ. 69261.20 કરોડ) સુધી પહોંચી ગયું10:57 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાભાવિ પેઢીના નિર્માણ માટે શિક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કારની શ્રેષ્ઠ પરંપરા ચાલતી રહે તે જ રાષ્ટ્ર ઉન્નતિ સાધે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે અમરેલીમાં ૧૦૦ બેડની મલ્ટીસ્પેશિયાલિટી ધર્મજીવન હોસ્પિટલનો શુભારંભ:સંતોએ અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં હોય તેવી અદ્યતન હોસ્પિટલની અમરેલીને ભેટ આપી : રાજ્યપાલ :ભારતમાં સાધુ, સંતો અને સેવાકીય સંસ્થાઓ દ્વારા આરોગ્ય સેવાની આગવી પરંપરા રહી છે : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા: શિક્ષણ મંત્રી પ્રફૂલભાઈ પાનશેરીયા, સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય જનકભાઇ તળાવિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ5:40 PM IST
ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડ આચરનાર પ્રોફેસરની ધરપકડ: મહિને 3 લાખ પગાર ધરાવતા પ્રોફેસરે કરોડોનો ચૂનો લગાવ્યો : પ્રોફેસરે યુનિવર્સિટીના ફાળે આવતી 1.15 કરોડ જેટલી રકમ પોતાના એકાઉન્ટમાં અને પત્ની ઉપરાંત અન્ય એક એકાઉન્ટમાં બારોબાર જમા કરાવી:4 કરોડ 9 લાખની રકમનાં હિસાબમાં પણ મોટા ગોટાળા સામે આવ્યાં5:08 PM IST
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજપીપળામાં પકડેલા લાખોના દારૂમાં આરોપી બૂટલેગર દિનેશ વસાવા બીજેપીના કારોબારી સભ્ય હોવાની ચર્ચા : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અંગ્રેજી દારૂ ભરેલી કાર મળી રૂ.2.84 લાખના મુદામાલનો ગુનો દાખલ કર્યો હોય જેમાં દિનેશ શાંતિલાલ વસાવા( રહે. ચિત્રોલ )વોન્ટેડ છે: જિલ્લા પ્રમુખના નામની હજુ જાહેરાત બાકી છે ત્યારે વર્તમાન બીજેપી જિલ્લા પ્રમુખ દ્વારા આવા બૂટલેગરને કેમ હોદ્દો અપાયો..? તેવી ચર્ચા11:18 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા. : રાધનપુર-ભિલોટ માર્ગમાં ક્રોસિંગ પર બ્રિજ બનાવવા 53 કરોડ ફાળવ્યા:રેલ્વે લેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ 440 કરોડના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજ કન્સ્ટ્રક્શન કામગીરી કરશે :રાજ્ય સરકારના 50 ટકા ફાળા તરીકે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આ 220 કરોડ રૂપિયા ફાળવાશે5:26 PM IST
વડોદરાના મંજુસરમાં કરિયાણાનો સામાન લઇને પરત પોતાના ઘરે જઇ રહેલા બાઇક સવાર યુવકને એક અજાણ્યા વાહને અડફેટે લેતા મોતને ભેટયોઃ દોઢ વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી : મૂળ મધ્ય પ્રદેશના મઝરામામાદેવા ગામનો 24 વર્ષીય દિપક તેજરામ બનઝારા પરિવાર સાથે સાવલીના મંજુસરમાં રહેતો હતોઃ દિપકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ 3:44 PM IST
જે જે એજન્સી અને કોન્ટ્રાકટરો જનતાનું કામ બગાડી રહ્યા છે અને ગેરરીતિ આચરી છે તે તમામને આગામી માસ સુધીમાં બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે. કલેકટર : મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ.:બેઠકમાં બાળ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું1:09 AM IST
કેકેઆરની સહ-માલિક જૂહી ચાવલાએ લલિત મોદીના આઈપીએલ કેલેન્ડર બદલવાના પ્રસ્તાવને આપ્યું સમર્થન, જાન્યુઆરીમાં ટુર્નામેન્ટ શરૂ કરવાની કરી માંગ : કોલકાતા નાઈટ રાઈડર્સની સહ-માલિક જૂહી ચાવલાએ આઈપીએલના સ્થાપક લલિત મોદીના તે પ્રસ્તાવનું સમર્થન કર્યું છે જેમાં પરંપરાગત એપ્રિલ-મે ની વિન્ડોને બદલે જાન્યુઆરીમાં મેચો શરૂ કરવાની હિમાયત કરવામાં આવી છે.6:46 PM IST





























































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



















































































































































