News of Saturday, 18th January 2025
રાજપીપળા બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી, કોમર્સના વિધાર્થીઓએ સ્ટેટ બેન્કની મુલાકાત લીધી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળાની બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમર્સના વિધાર્થીઓએ રાજપીપળાની ગાંધી ચોક પાસે આવેલ SBI બેન્કની મુલાકાત લીધી અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના મેનેજર સુનિલકુમાર પટેલ અને બેંકના માર્ગદર્શક કર્મચારીઓ દ્વારા કોમર્સના વિષય વસ્તુના ભાગરૂપે નામાના મૂળતત્વો, વાણિજ્ય વ્યવસ્થા અંતર્ગત નાણાના સિદ્ધાંતો, ભારતીય બેંકિગ પ્રણાલી અને RBIની નીતીની પ્રત્યક્ષ સમજૂતી મેળવવા તથા હાલના સાઈબરફ્રોડ પ્રત્યે જાગૃત થવા માટે તેમજ વિવિધ ખાતાઓના પ્રકાર , બેંક માંથી રકમ ઉપાડવા મૂકવાની કાર્ય પદ્ધતિ તેના ફોર્મ અન્ય ડીઝીટલ સુવિધા ,ATM સેવા , પાસબુક એન્ટ્રી મશીન તથા બેંક ના વિવિધ વિભાગોની માહિતી આપી હતી. યુનિવર્સિટીના સ્કૂલ ઓફ કોમર્સના પ્રિ.ડો.મહેશ બારડ, અને દિવ્યાંગસિંહ ચાવડા અને તૃસાલી બેન ડોડીયા હાજર રહ્યા હતા અને બીરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી , રાજપીપળા તરફથી બેંક એ વિદ્યાર્થીઓને માહિતગાર કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
આ કાર્યક્રમ ની સફળતા માટે યુનિવર્સિટીના કુલપતિ ડો.મધુકરભાઈ પાડવી અને કુલસચિવ ડો.વિજયસિંહ વાળા એ સૌ સ્ટાફ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા હતા.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
