તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
વડોદરાના તરસાલીમાં શાકભાજી ખરીદતી મહિલાના ગળામાંથી સોનાનો ચેન તફડાવી બે ગઠીયાઓ ફરાર
મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી અને અછોડા તોડને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી

વડોદરા : શહેરમાં છેલ્લા ઘણા સમય થી અછોડા તોડ ટોળકી સક્રિય બની છે અને પોલીસને પડકાર ફેંકી રહી છે. તરસાલીમાં મંદિરેથી દર્શન કરીને પરત ફરતી વેળાએ રસ્તા પર શાકભાજીની ખરીદી કરીને તેના પૈસા ચૂકવતી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન તફડાવીને અછોડા તોડુ ભાગી છુટયા હતા.
ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને અછોડા તોડને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરામાં અનેક વખત અછોડા તોડ ગેંગના કારનામા સામે આવ્યા છે. આવા તત્વો સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કડક કાર્યવાહી કરીને વીણી વીણીને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.
આ સાથે જ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. છતાં આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તરસાલી વિસ્તારમાં આવતા મકરપુરામાં આવેલી ઘનશ્યામ સોસાયટીમાં રહેતી મહિલાનો અછોડો તુટ્યો છે.
મહિલા શાકભાજી લેવા માટે રોડ પર લારીવાળા સાથે ઉભા હતા અને ખરીદી કર્યા બાદ તેઓ પૈસાની ચુકવણી કરતા હતા. દરમિયાન અજાણ્યા શખ્સોએ આવીને શાકભાજીનો ભાવ પુછ્યો હતો.બાદમાં ધીરે રહીને પાછળથી સોનાની ચેઈન તફડાવી લીધી હતી.બે શખ્સો આ કૃત્યમાં સંડોવાયેલા હોવાનું પીડિતાએ જણાવ્યું છે.
અછોડા તોડ ટોળકીનો ભોગ બનેલા મણીબહેને જણાવ્યું હતું કે,હું મંદિરથી પરત ફરતી વેળાએ શાકભાજી લેવા માટે ઉભી રહી હતી. હું શાકભાજી વાળા તરફ ફરીને ખરીદેલ શાકભાજી ના પૈસાની ચૂકવણી કરી રહી હતી. તે લોકો બીજી બાજુથી આવ્યા, અને શાકભાજીનો ભાવ પુછ્યો હતો. ત્યાર બાદ બે મીનીટમાં જ મારા પાછળથી ગળામાં હાથ નાંખીને અછોડો તોડી લીધો હતો. તેઓ બે છોકરાઓ હતા. તેમની અંદાજીત ઉંમર 20-25 વર્ષ હોવાનો અંદાજ છે
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
