તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
ડોનાલ્ડ ટ્રમ્પ વોશિંગ્ટન પહોંચ્યા: કાલે શપથ લેશે: આ વર્ષમાં જ ભારતની મુલાકાતે આવી શકે છે: ચીનની મુલાકાત પણ લેશે

ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. આ પછી તેઓ એપ્રિલમાં અથવા આ વર્ષના અંતમાં ભારતની મુલાકાતે આવી શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટના કહેવા મુજબ આ માટેની તારીખ નક્કી કરવામાં આવી નથી,.આ ઉપરાંત નરેન્દ્રભાઈ મોદીને વ્હાઇટ હાઉસ ખાતે બેઠક માટે આમંત્રણ મોકલવાનો વિચાર પણ ચાલી રહ્યો છે.
ટ્રમ્પ એક ખાસ વિમાન દ્વારા વોશિંગ્ટન પહોંચી ચુક્યા છે, જ્યાં તેમણે નવા રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળવાનો છે. તેમની સાથે તેમની પત્ની મેલાનિયા અને પુત્ર બેરોન પણ છે. આ રિપોર્ટ મુજબ ટ્રમ્પ ચીનની મુલાકાત પણ લઈ શકે છે. તેઓ ભારતની મુલાકાત લેવામાં પણ ઇચ્છુક છે. તેઓ આ અંગે તેમના સલાહકારો સાથે વાત કરી રહ્યા છે. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર લખ્યું કે મેં હમણાં જ ચીનના પ્રેસિડેન્ટ સાથે વાત કરી છે. મને આશા છે કે આપણે સાથે મળીને ઘણી સમસ્યાઓનો ઉકેલ લાવીશું.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
