તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી: 6 ટિકિટ સાથે એકની ધરપકડ: 25મી અને 26મી જાન્યુઆરીએ યોજાસે કાર્યક્રમ
કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો

અમદાવાદ: શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 25મી અને 26મી જાન્યુઆરીએ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાશે. આ કોન્સર્ટની ટિકિટનું વેચાણ શરૂ થયા બાદ અમુક સમયમાં હજારો ટિકિટ વેચાઈ ગઈ હતી. ત્યારે હવે કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિની ધરપકડ છે. તેની પાસેથી કોલ્ડપ્લેની છ ટિકિટ મળી આવી છે, જે ઊંચા ભાવે વેચી કાળાબજારી કરતો હતો.
મળતી માહિતી અનુસાર, ચાંદખેડા પોલીસે અક્ષય પટેલ નામના વ્યક્તિ પાસેથી કોલ્ડપ્લેની 6 ટિકિટ મળી આવી છે. જે 2500 રૂપિયાની 4 અને 4500 રુપિયાની 2 ટિકિટ મળી આવી છે. અક્ષય પટેલ આ 6 ટિકિટ ઊંચા ભાવે વેચી કાળા બજારી કરતો હોવાનું સામે આવ્યું હતું. હાવ પોલીસે અક્ષય પટેલની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કોલ્ડપ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ખાસ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. 25 અને 26 જાન્યુઆરીએ મુંબઈ અને અમદાવાદની વચ્ચે બે ખાસ ટ્રેન ચાલશે. આ ટ્રેનો બાંદ્રા ટર્મિનસથી સવારે 6:15 વાગ્યે ઉપડશે અને 25મી જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે અને 26મી જાન્યુઆરીએ બપોરે 1 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે, આ ટ્રેનો અમદાવાદથી બપોરે 1:40 વાગ્યે ઉપડશે અને રાત્રે 8:40 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
બીજી ટ્રેન અમદાવાદથી 27મી જાન્યુઆરીએ રાતે 12:50 વાગ્યે ઊપડશે અને સવારે 8:30 વાગ્યે મુંબઈ પહોંચશે. આ ટ્રેનો બોરિવલી, વાપી, ઉધના, સુરત, ભરૂચ, વડોદરા સ્ટેશન પર પણ ઊભી રહેશે. નોંધનીય છે કે, આ ટ્રેન શિયાળા દરમિયાન ચાલતી સ્પેશિયલ ટ્રેનોમાં સામેલ છે, પરંતુ તેનો મુખ્ય હેતુ શોની ભીડને સંભાળવાનો છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
