<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ગેરકાયદેસર હથિયારોનું વેચાણ કરતી “વેપન કાર્ટેલ”માં સામેલ ચોટીલાના પ્રદિપ કરપડાને પાસા

ભુજ જેલમાં ધકેલવાનો હુકમ કરતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા

​રાજકોટ: શહેર પોલીસ કમિશનર  બ્રજેશકુમાર ઝાએ ગુનાખોરી ઉપર અંકુશ રહે તે હેતુસર રાજકોટ શહેરમાં ગુનાહીત પ્રવૃત્તિ કરતા શખ્સો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સૂચના આપેલ હોય, જે અન્વયે અગાઉ ગેરકાયદેસર હથિયારોના ગુનાઓમાં પકડાયેલ પ્રદિપ અનકભાઇ કરપડાની ગુનાહીત પ્રવૃત્તિ અટકાવવા માટે તેના ઉપર અસરકારક અટકાયતી પગલા લેવા જરૂરી હોઇ પીસીબી દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જે દરખાસ્ત મંજુર થતા બજવણી કરી ભુજ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.

​આરોપી પ્રદિપ અનકભાઇ કરપડા અગાઉ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન, જસદણ પોલીસ સ્ટેશન, ચુડા પોલીસ સ્ટેશન તથા ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો અને પ્રોહીબીશન સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કામગીરીમાં પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.ગોંડલિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, રાજુભાઇ દહેકવાલ, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, અનિલભાઇ સોનારા, વિરેન્દ્રસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, ઉમેશભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, સંજયકુમાર રૂપાપરા, પ્રદીપસિંહ સરવૈયા, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઇ દવે, હરપાલસિંહ જાડેજા, ડ્રા.પો.હેડ.કોન્સ. જયેશભાઇ ગઢવી તથા મહીલા પો.હેડ.કોન્સ. દીપલબેન ચૌહાણએ કરી છે.

(5:41 PM IST)