તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
પેરા ગ્લાઈડિંગ દરમિયાન હવામાં દોરડું તૂટી જતા ગોવામાં મહારાષ્ટ્રની મહિલા ટુરિસ્ટ અને પેરા ગ્લાઈડર ઓપરેટરના મોત: ગુજરાતની યુવતીનો પણ ભોગ લેવાયો

પણજી: શનિવારે સાંજે ગોવાના કેરીના ઉચ્ચ પ્રદેશમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે દોરડું તૂટી પડતાં પુણેના એક મહિલા પ્રવાસી અને નેપાળના એક પેરાગ્લાઈડર ઓપરેટરના મોત થયા.
પેરા ગલાઇડિંગ દરમિયાન આકાશમાં દોરડું તૂટી જતા બંને પથ્થરો સાથે અથડાયા હતા. પોલીસે પેરાગ્લાઈડિંગ કંપનીના માલિક સામે ગુનો નોંધ્યો.
પોલીસે મૃતકોની ઓળખ પુણેની રહેવાસી ૨૭ વર્ષીય શિવાની દાબેલે અને ૨૬ વર્ષીય ઓપરેટર સુમન નેપાળી તરીકે કરી છે. શિવાની તેના મિત્ર સાથે ગોવા આવી હતી.
દરમિયાન હિમાચલમાં આવાજ બીજા એક અકસ્માતમાં અમદાવાદની ૧૯ વર્ષની ગુજરાતી યુવતી ખુશી ભાવસારનું પણ પેરા ગ્લાઇડિન્ગ દરમિયાન મૃત્યુ નીપજયાના અહેવાલ મળે છે. ભારતમાં એડવેન્ચર દરમિયાન સલામતીની ખાસ કોઈ વ્યવસ્થા ન ને લીધે આવા અકસ્માતો સર્જાતા રહે છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
