<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

રાજકોટમાં બીએચએમએસનો અભ્યાસ કરનાર યુવતીને પ્રેમજાળમાં ફસાવી રાહુલ પરમારનું વારંવાર દુષ્કર્મ: લગ્નની લાલચ દઈ દેહ પિંખ્યો છેલ્લે તરછોડી દેતાં યુવતી ફીનાઈલ પી ગઈ: એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ: શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં બીએચએમએસ સુધીનો અભ્યાસ કરનાર યુવતી સાથે અગાઉ અભ્યાસ કરતા શખ્સે મિત્રતા કેળવી બાદમાં પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી અવારનવાર હવસનો શિકાર બનાવી છેલ્લે તરછોડી દેતા તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ બનાવની જાણવા મળેલી વિગતો મયજબ શહેરમાં રહેતી ૨૩ વર્ષની યુવતી સાથે મિત્રતા કેળવી લગ્ન કરવાની લાલચ આપી રાહુલ રાજુભાઈ ઉર્ફે જગદીશભાઈ પરમાર નામના શખ્સે અવારનવાર દુષ આચર્યા બાદ તમાચા ઝીંકી લગ્ન નહીં કર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે તેણે બીએચએમએસ સુધીનો અભ્યાસ કર્યો છે. તે ૨૦૧૪માં ધો. ૯માં અભ્યાસ કરતી હતી ત્યારે સાથે અભ્યાસ કરતાં રાહુલ સાથે મિત્રતા થઈ હતી. બંને અવારનવાર ફોનમાં વાતચીત પણ કરતા હતા. ત્યારબાદ તેણે બીએચએમએસનો અભ્યાસ શરૂ કર્યો હતો. 

ત્યારે આરોપી સ્નેપચેટમાં મેસેજ કરતો હતો. પ્રેમ સંબંધ બંધાતા અનેક વખત મુલાકાત પણ કરી હતી. એક દિવસ આરોપીએ તેને લગ્ન માટે પ્રપોઝ કરતા તેણે સહમતી આપી હતી. ત્યારબાદ આરોપીએ પોતાના બર્થ ડે પર તેને માલવિયા ચોક ખાતે હોટલ નોવા ક્રોસમાં બર્થ ડે પાર્ટી રાખી છે, બધા મિત્રો આવવાના છે કહી તેને પણ પાર્ટીમાં આવવાનું કહેતાં તે ત્યાં ગઇ હતી. હોટલે પહોંચતાં ત્યાં રાહુલ સિંવાય અન્ય કોઇ ન હોવાથી પૂછતા તેણે તને સરપ્રાઇઝ આપવા મેં કહ્યું હતું. તેમ જણાવી આધારકાર્ડ માંગતા તેને ના પાડી હતી. આથી આરોપીએ આપણા પ્રેમ સંબંધની કોઇને જાણ ન થાય એટલે રૂમમાં બર્થ ડે પાર્ટી મનાવીએ કહેતા તેને આધાર કાર્ડ આપી બંને રૂમમાં ગયા હતા. જ્યાં આરોપીએતેના પર દુષ્કર્મ આચર્યું હતું.

ત્યારબાદ અવારનવાર રાહુલ તેને હોટલે બોલાવી લગ્ન કરશે તેમ કહી હવસનો શિકાર બનાવતો હતો. નવરાત્રિ આસપાસ તેણે લગ્નનું કહેતા રાહુલે તે ઘરે લગ્ન બાબતે વાત કરી તેને જણાવશે તેમ કહ્યું હતું. પરંતુ અવારનવાર રાહુલને લગ્ન બાબતે કહેતા તે કોઈ પ્રત્યુતર આપતો ન હતો. છેલ્લે ગઈ તા. ૨૫ના રાહુલે તેને નાનામવા નજીક ગાર્ડને લગ્નની વાત કરવા બોલાવી હતી. જ્યાં બોલાચાલી થતાં રાહુલે તેને તમાચા ઝીંકી ત્યાંથી જતો રહ્યો હતો. 

ત્યારબાદ પણ રાહુલે તેને ફોન કરી મનાવી ફરી હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તા. ૮નાં રાહુલે તેને મારા ઘરે કોઈ નહીં માને તારે જે કરવું હોય તે કરી લે તેવો વોટ્સએપ મેસેજ કરી ફોન બંધ કરી સંબંધ તોડી નાખતા લાગી આવતા તેણે ફિનાઈલ પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પીઆઇ આર.જી. બારોટની રાહબરીમાં તપાસ શરૂ થઈ છે.

(9:48 AM IST)