તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
નરોડામાં ઉભેલી કારનો દરવાજો ખુલતા બાઈકચાલક અથડાઈને રસ્તા પર પડતા ટ્રકનું ટાયર ફરી વળ્યું: એક વ્યક્તિનું કરૂણમોત
અમદાવાદના નરોટા પાટિયા વિસ્તારમાં એક ભીષણ અકસ્માત સર્જાયો :કારચાલકે વચ્ચે દરવાજો ખોલતા બાઈક ચાલકને ટક્કર વાગી અને જીવ ગુમાવ્યો

અમદાવાદના નરોટા પાટિયા વિસ્તારમાં એક ભીષણ અકસ્માત સર્જાયો હતો અને આ ઘટનામાં બાઈક પર સવાર બે વ્યક્તિ પૈકી એકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું.
ઘટના સ્થળ પર ઉભેલી કારનો દરવાજો ખોલતા ત્યાંથી પસાર થઈ રહેલ બાઈક ચાલકને આ દરવાજો અથડાતા તે રસ્તા પર પડી ગયા હતા અને તે સમયે ત્યાંથી પસાર થતી ટ્રકનું ટાયર તેના પર ફરી વખતા બે પૈકી એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું. નરોડા પાટિયા વિસ્તારમાં ફ્લાઈઓવર બ્રિજ બની રહ્યો છે અને તેને લીધે આ માર્ગ સાંકડો છે. સાંકડા માર્ગ પર હેવી વાહનોની વ્યાપર અવર-જવાર થાય છે અને તેને લીધે નાના-મોટા અકસ્માતની સતત ઘટના બની રહી છે.
સર્જાયેલી કરુણાંતિમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને અન્ય એક વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બનાવને લઈ સંબંધિત પરિવારો શોકમગ્ન છે.
ફ્લાયઓવર બનવાની કામગીરીને કારણે પહેલાથી રસ્તો સાંકડો થઈ ગયો છે. ત્યારે કારચાલકે વચ્ચે દરવાજો ખોલતા બાઈક ચાલકને ટક્કર વાગી હતી. જેના કારણે બાઈક પર સવાર 2 વ્યક્તિઓ રસ્તા પર પડ્યા હતા. જેમાં એક વ્યક્તિ પર ટ્રક ફરી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
