તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
એકતા નગર ખાતે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું થશે આયોજન
વેલી ઓફ ફ્લાવર સોસાયટી,સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુકત ઉપક્રમે ૪ દિવસીય ફેસ્ટ: દેશના વિવિધ રાજયોના ૩૧ ટીમના કુલ ૨૧૭ બોટની વિદ્યાર્થિઓ ભાગ લેશે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક કક્ષાનું પ્રવાસનસ્થળ બન્યુ છે સાથે સાથે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસુઓ માટે પણ સ્વર્ગ બન્યુ છે. આજથી એકતા નગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી , સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એમ.એસ.યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુકત ઉપક્રમે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યુ છે, આ ફેસ્ટમાં વિવિધ રાજયોના ૩૧ ટીમના કુલ ૨૧૭ જેટલા વનસ્પતિશાસ્ત્રના વિદ્યાર્થિઓ એકતા નગરને સમૃદ્ધ બાયોડાયવર્સિટીનો ગહન અભ્યાસ કરશે.
આજે એકતા નગર સ્થિત સહકાર ભવન ખાતે બપોરે ૩.૦૦ કલાકે પ્રથમ “નેશનલ બોટની ફેસ્ટ”નું ઉદ્ઘાટન થશે, ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડીયાના નિયામક એ.એ.માઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, એમ.એસ.યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન પ્રો. હરી કટારીયા, ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીના હેડ પ્રો. વિનય રાવળે, પ્રાધ્યાપક પદ્મનાભી નાગર ઉપસ્થિત રહીને વિદ્યાર્થિઓને માર્ગદર્શન આપશે.
નેશનલ બોટની ફેસ્ટ દરમ્યાન વિદ્યાર્થિઓને અનુભવલક્ષી શિક્ષણની ભાવના સાથે વિવિધ ગેમ્સ મારફતે વનસ્પતિશાસ્ત્રની સમજ આપવામાં આવશે. ભારતમાં અમલી થયેલ નવી શિક્ષણનિતીમાં પણ અનુભવલક્ષી શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે.સદર શિબિર દરમ્યાન એકતા નગર ખાતેના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો પર લઇ જઇને રસપ્રદ ગેમ્સ મારફતે જ્ઞાન પીરસવામાં આવશે.
આયોજીત થનાર વિવિધ ગેમ્સ:
ફ્લોરા અને ફાઉના ફ્યુઝન, નેચરલ પેઇન્ટીંગ, પંચેન્દ્રીય પરીક્ષા, ટેન્ટ મેકીંગ, જંગલ કા ખાના ખજાના, વનસ્પતિ શોધ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે એકતા નગરના વિવિધ પ્રવાસીય પ્રક્લ્પો આરોગ્ય વન, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર્સ, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાઇ ગાર્ડન, એકતા નર્સરીમાં આ સમગ્ર આયોજન થશે
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
