તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
કટિહારમાં ગંગા નદીમાં બોટ ડૂબી જતાં ત્રણ લોકોના કરૂણ મોત
બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતાઃ બાકીના લોકોની શોધખોળ ચાલુ છેઃ માત્ર ૩ લોકોનો મૃતદેહ મળી આવ્યા હતાઃ ચાર લોકોએ તરીકે પોતાનો જીવન બચાવ્યો

પટણાઃ બિહારના કટિહાર જિલ્લામાં રવિવારે સવારે એક મોટી બોટ દુર્ઘટના ઘટી હતી. કટિહારમાં ગંગા નદીમાં બોટ ડૂબી જતાં ત્રણ લોકોના મોત થયા છે. હજુ પણ ઘણા લોકો ગુમ હોવાના અહેવાલ છે. ચાર લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો. તમામ લોકો દક્ષિણ કરીમુલ્લાપુરના મેઘુ ઘાટથી બોટમાં સવાર થઈને ગદ્દાઈ ડાયરા જઈ રહ્યા હતા. બોટ દુર્ઘટનાની માહિતી મળતાં જ SDRF અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે ગ્રામજનોની પણ મોટી ભીડ ઉમટી પડી હતી.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
