તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
રાજપીપળામાં હડકાયેલા શ્વાનોથી સ્થાનિકોમાં ફફડાટ : હવે તો શ્વાનના બચ્ચાં પણ સલામત નથી
શહેર ના કેટલાક વિસ્તારોમાં હડકાયેલા શ્વાન ખુલ્લા ફરતાં હોય લોકો પાછળ દોટ મુકતા જીવ અધ્ધર :આ જોખમી શ્વાનોનો આતંક કોણ દૂર કરશે એ બાબતે અસમંજસ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં હાલ હડકાયેલા શ્વાન ફરતાં જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે આ જોખમ કોણ દૂર કરશે એ બાબતે પણ અસમંજસ હોય લોકો દ્વિધામાં મુકાયા છે
મળતી માહિતી અનુસાર રાજપીપળા ના કેટલાક વિસ્તારો માં હડકાયેલા શ્વાન ફરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે લોકો ના જીવ તાળવે ચોંટયા છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ ફરિયાદ કયા કરવી અને કોણ આ જોખમી શ્વાન ની તકલીફ દૂર કરશે એ સમજાતું નથી કેમ કે પાલિકા તંત્ર કાળા ઘોડા પાસે આવેલ પશુ વિભાગ માં જાણ કરવા જણાવે છે તો બીજી બાજુ પશુ ખાતા વાળા અમારી કામગીરીમાં શ્વાનની ફક્ત સારવાર જ આવે , કોઇ અહીંયા લઈને આવે તો અમે સારવાર આપીએ, પરંતુ રખડતા શ્વાન હડકવાયા થાય તો અમારે એને પકડવાના નથી હોતા આમ હવે ભય થી ફફડતા લોકો દ્વિધામાં મુકાયા છે.
જોકે મહત્વની વાત એ છે કે હડકાયેલા કેટલાક શ્વાન દરબાર રોડ, જુનકોટ બાજુ ના વિસ્તારમાં લટાર મારતા ત્યાં લાંબા સમય થી રહેતા સ્ટ્રીટ ડોગ અને તેના બચ્ચા માટે પણ જોખમી જણાઈ રહ્યા છે , હાલમાં એક હડકાયેલા અને વરું જેવા કદાવર દેખાતા સ્વાને એક શ્વાનના બે બચ્ચાંનો પીછો કરતા એક બચ્યું ફોર વ્હીલ નીચે ઘુસી જતા બચ્યું હતું જ્યારે બીજા બચ્ચાને આ શ્વાન એ મારી નાખ્યું હતું. આમ રોજ રાત્રીના સમયે કેટલાક વિસ્તારો માં ફરતાં આવા જોખમી શ્વાન અન્ય શ્વાન કે તેના બચ્ચાંઓ પર હુમલો કરતા હોય સ્થાનિક આવતા જતા લોકો માટે પણ દિવસે કે રાત્રે જોખમી છે માટે લાગતા વળગતા વિભાગ આ જોખમ દૂર કરવા કાર્યવાહી કરે તે જરૂરી છે
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
