તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
રાજપીપળા કલેકટર કચેરી રોડ પર પોલીસ અને આરટીઓ દ્વારા હેલ્મેટ ચેકીંગ હાથ ધરાયું
હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરીને આવનારને પ્રોત્સાહન રૂપે ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરાયા: માર્ગ સલામતીના પેમ્પલેટ આપી માહિતગાર કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૫ અંતર્ગત તા.૧ થી ૩૧ જાન્યુઆરી સુધી ચાલનાર "માર્ગ સુરક્ષા અભિયાન - કાળજી" ના ભાગરૂપે નર્મદા જિલ્લાની શાળા-કોલેજો અને વિવિધ સ્થળોએ રોડ સેફટીના સરકાર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
નર્મદા જિલ્લાના વાહન ચાલકો રોડ સેફ્ટી નિયમો જાણે, સમજે અને જીવનમાં નિયમોનું પાલન કરી શકે તેવા આશયથી તા.૧૭ મી જાન્યુઆરીના રોજ રાજપીપલા કલેકટર કચેરી રોડ પર પોલીસ અને આરટીઓ દ્વારા હેલ્મેટનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હેલ્મેટ અને સીટબેલ્ટ પહેરીને આવનારને પ્રોત્સાહનરૂપે ગુલાબનું ફૂલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. અને માર્ગ સલામતીના પેમ્પલેટ આપી માહિતગાર કરવામાં આવ્યા હતાં.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
