<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

ગીર ગઢડાના વિસ્તાર: વાડી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યા પર દીપડાનો હુમલો: 44 વર્ષીય આઘેડનું મોત : અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં

દીપડાનો આતંક: છેલ્લા પાંચ દિવસમાં સાત વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો

ગીર સોમનાથ: ગીર ગઢડા વિસ્તારમાં દીપડાનો આતંક વકર્યો છે. છેલ્લા પાંચ દિવસમાં સાત વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો છે. ગીર ગઢડાના કોદીયાં ગામે રાત્રે વાડી વિસ્તારમાં બે અલગ અલગ જગ્યા પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના આ હુમલામાં 44 વર્ષીય આઘેડનું મોત થયું છે. જ્યારે અન્ય વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આઘેડ ને મોતને ઘાટ ઉતાર્યા છે. આદમખોર દીપડાને પકડવા વન વિભાગે જતવીજ હાથ ધરી છે.

(12:49 PM IST)