તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Sunday, 19th January 2025
ટંકારા નજીક ટ્રકની ઠોકરે બાઈક સવાર બે યુવાનોએ જીવ ગુમાવ્યોઃ ૧ને ગંભીર ઇજા
બીજા બનાવમાં સવારે વીરપર નજીક કારને નડયો હતોઃ કાર રોડ સાઈડમાં દીવાલ સાથે અથડાઈ હતી

મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા સી એન જી પમ્પ સામે અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રિપલ સવારીમાં બાઈકમાં ત્રણ યુવાનો જતા હોય ત્યારે ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જે અકસ્માતમાં બે યુવાનના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અને એક યુવાનને ઈજા પહોંચતા ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયો છે. બનાવની જાણ થતા ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે.બાઈકને ઠોકરે લીધા બાદ ટ્રક ત્યાં જ મૂકી ડ્રાઈવર નાસી ગયો હતો.
વધુમાં મળતી માહિતી મુજબ અફઝલ ફિરોજભાઈ સરવદી અને શાહમદાર સમાલશા મહમદશા (ઉ.૧૯) (બંને રહે-મોરબી લીલાપર રોડ) અને શાહમદાર ઈરફાનશા હુશેનશા ત્રણેય એક જ મોટર સાઈકલ પર મોરબીથી ટંકારા તરફ જતા હતા, એ દરમિયાન સી. એન. જી. પંપ સામે ટ્રક ચાલકે ત્રિપલ સવારી મોટર સાઈકલને હડફેટે લેતા સમાલશા અને ઈરફાનશાનું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું તો અફઝલને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ટંકારા તાલુકામાં આજે બે અકસ્માતના બનાવો બન્યા હતા. વહેલી સવારે વીરપર નજીક વોલ્વો કારને અકસ્માત નડયો જે હતો કાર રોડ સાઈડમાં દીવાલ સાથે અથડાઈ હતી જોકે તે અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી તો બપોરે ગમખ્વાર અકસ્માતમાં બે યુવાનના મોત થતા ચકચાર મચી છે.
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
