<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો : કિલોનો સાવ નજીવા ભાવ મળતા ખેડૂતો નિરાશ

છેલ્લા એક મહિનાથી શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. જેમના કારણે ખેડૂતોને નુકસાની કરવી પડી

રાજકોટ સૌરાષ્ટ્ર ભરના માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીમાં ધરખમ ઘટાડો આવ્યો છે .જેમના કારણે ખેડૂતોને મહેનત પણ માથે પડે તેવી સ્થિતિ સર્જાય છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના ભાવ બેથી ત્રણ રૂપિયા કિલોએ ખેડૂતોને મળી રહ્યા છે. જેમના કારણે ખેડૂતોમાં પણ ભારે નિરાશ જોવા મળી રહ્યો છે. અને પોતાની મહેનતના પણ રૂપિયા ન નીકળતા ખેડૂતો ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે.

માર્કેટિંગ યાર્ડના વેપારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી શાકભાજીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. જેમના કારણે ખેડૂતોને નુકસાની કરવી પડી રહી છે. હાલ માર્કેટિંગ યાર્ડમાં બે રૂપિયાથી લઈને 05 રૂપિયા સુધી પ્રતિ કિલોએ વિવિધ શાકભાજીઓ વહેંચાઈ રહ્યા છે. જેમના કારણે ખેડૂતોને પોતાની મહેનતના પણ રૂપિયા નીકળતા નથી. જેમના કારણે 60% જેટલા ખેડૂતો ગૌશાળા તેમજ અન્ય સંસ્થાઓમાં શાકભાજી દાન કરી રહ્યા છે. 

ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ અમને માર્કેટિંગ યાર્ડમાં બેથી ત્રણ રૂપિયા કિલોએ શાકભાજીના મળી રહ્યા છે. ખાસ કરીને ટમેટા ,કોબી, મેથી, રીંગણા સહિતના હરાજીમાં ભાવ માત્ર બે થી ત્રણ રૂપિયા જ ખેડૂતોને મળતા નિરાશ થયા છીએ. આટલા ભાવે તો અમને માર્કેટિંગ યાર્ડમાં લઈ આવવાનું ભાડું માથે પડે છે.

(6:18 PM IST)