<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th January 2025

સુરતમાં દોઢ વર્ષનું બાળક રમતા રમતા ડીઝલ પી ગયો: સારવાર દરમિયાન મોત : પરિવાર શોકમાં ગરકાવ

પત્ની પતિને ટિફિન આપવા બંને બાળકો સાથે કંપનીએ ગયા ત્યારે તેમનો નાનો દોઢ વર્ષનો દીકરો કંપનીમાં બોઈલર વિભાગમાં રમતા રમતા થોડું ડીઝલ પી ગયો હતો

સુરત જિલ્લામાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. દોઢ વર્ષનું બાળક રમતા રમતા થોડું ડીઝલ પી ગયો હતો જે બાદ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ મૂળ યુપીના દેવરિયા જિલ્લાના વતની અરવિંદભાઈ મહેન્દ્રભાઈ કુશવાહ પરિવાર સાથે સુરતના તાતીથૈયા ગામે સોનીપાર્ક-1 માં રહે છે. ગત 15 જન્યુઆરી ના રોજ તેમની પત્ની પતિને ટિફિન આપવા બંને બાળકો સાથે કંપનીએ ગયા હતા ત્યારે તેમનો નાનો દોઢ વર્ષનો દીકરો કંપનીમાં બોઈલર વિભાગમાં રમતા રમતા થોડું ડીઝલ પી ગયો હતો.

બનાવની જાણ થતાં પરિવારજનો બાળકને પહેલા સંજીવની હોસ્પિટલ અને ત્યારબાદ સુરતની સ્મિમેર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન બાળકનું મોત નિપજ્યું હતું. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

.

(7:56 PM IST)