પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી પર આતંકવાદી હુમલાનો-ખેલાડીઓના અપહરણનો ખતરો : પાકિસ્તાનમાં રમાનાર ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છેઃ ગુપ્તચર એજન્સીઓએ આપી ચેતવણીઃ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પર આતંકવાદી હુમલાની યોજના અંગે માહિતી મળીઃ આ હુમલો પાકિસ્તાનમાં થઈ શકે છેઃ આની પાછળ આતંકવાદી જૂથ ISKP જૂથનું નામ આવ્યું2:59 PM IST
આદિવાસી વિસ્તારોમાં ક્રાંતિ: દેશમાં પહેલીવાર અંતરિયાળ વિસ્તારોમાં લોહીનો જથ્થો ડ્રોનથી પહોંચાડવાની શરૂઆત : વડોદરાની ઈન્દુ બ્લડ બેંક દ્વારા દેશમાં પહેલીવાર આદિવાસી વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને મફતમાં લોહી પહોંચાડવાની સેવા શરૂ ; 35 કિમી ના અંતરે બ્લડ યુનિટ મોકલવા માટે ડ્રોન 20-25 મિનિટમાં 8 યુનિટ લોહી પહોંચાડી શકે12:47 AM IST
એક-બે નહીં...અનેક સમસ્યાનો ઉકેલ આવશે: દિલ્હીનો દેખાવ સુધારવા માટે સીએમ રેખા ગુપ્તાએ બેઠક યોજી : દિલ્હીમાંરેખા ગુપ્તા, જાહેર બાંધકામ મંત્રી પરવેશ સાહિબ સિંહ અને અનેક ધારાસભ્યોએ રાજ નિવાસની મુલાકાત લીધી અને લેફ્ટનન્ટ ગવર્નરને મળ્યા:રસ્તાઓની સ્થિતિ સુધારવા, પીવાના પાણીની કટોકટી અને પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ અંગે ચર્ચા12:10 AM IST
મહાકુંભમાં ઘણી વાર ગયા પછી પણ જેમને પોતાનો વૈચારિક ઉદ્ધાર ન મળ્યો: અખીલેશ યાદવે સીએમ યોગી પર કટાક્ષ કર્યો : અખિલેશ યાદવે કહ્યું છે કે મહાકુંભમાં કેટલાક લોકોએ રાજકીય તકવાદ શોધ્યો અને સ્વ-પ્રમોશન માટે એક માધ્યમ શોધી કાઢ્યું, પરંતુ તેમણે તેમની નૈતિકતા, પ્રામાણિકતા અને માનવીય સંવેદનશીલતા ગુમાવી દીધી અને વાણીમાં સંતુલન પણ ગુમાવી દીધું.12:01 AM IST
બાંગ્લાદેશમાં ફરી અરાજકતા વધી:વિદ્યાર્થીઓએ 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું: વધુ એક રાજીનામાંની માંગણી કરી : ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં થયેલી હિંસા પછી બાંગ્લાદેશમાં પરિસ્થિતિ હજુ સામાન્ય થઈ નથી:દેશમાં ફરી એકવાર વિરોધના અવાજો ઉઠી રહ્યા છે:વિદ્યાર્થી સંગઠનોએ ફરી એકવાર સરકાર સામે મોરચો ખોલ્યો છે.10:18 PM IST
દિલ્હીમાં સીએમ ઓફિસમાંથી આંબેડકર અને ભગતસિંહના ફોટો હટાવાયા: ભાજપ સરકાર બનતાં જ થયો મોટો વિવાદ : આતિશીએ મુખ્યમંત્રી પર કાર્યાલયમાંથી બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને ભગતસિંહના ફોટો હટાવવાનો આરોપ લગાવતા ભારે હંગામો:સ્પીકર વિજેન્દ્ર ગુપ્તાએ ઠપકો આપ્યો. પરંતુ બબાલ શાંત ના પડી તો ગૃહને સ્થગિત કરવાની નોબત આવી. 8:50 PM IST
ઓડિશાના ગંજમ જિલ્લાના રુશિકુલ્યા રોકરીમાં આ વખતે 6.82 લાખથી વધુથી કાચબાએ ઈંડા મૂકીને ગયા વર્ષનો પણ રેકોર્ડ તોડી નાખ્યો : IAS સુપ્રિયા સાહુએ 19 ફેબ્રુઆરીએ X પર વીડિયો પોસ્ટ કરતા કહ્યું હતું કે, 'ઓડિશામાં પ્રકૃતિનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે,લગભગ 3 લાખ ઓલિવ રિડલે કાચબા માસ નેસ્ટીંગ માટે અહીં આવ્યા છે, જે અરિબાડા તરીકે ઓળખાય છે, આ એક દુર્લભ ઘટના 4:54 PM IST
કોઈને શંકા ન થાય એટલે યુવાન છોકરીઓ-મહિલાઓ પાસેથી વીડિયો બનાવડાવ્યા : ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, હેકરોએ ૫૦ હજાર સીસીટીવી કેમેરા હેક કર્યા હતા, બેડરૂમ અને હોસ્પિટલ સિવાય હેકર્સ દ્વારા મોલ, દુકાનો, કોર્પોરેટ ઓફિસ તેમજ અન્ય જાહેર સ્થળોના સીસીટીવી હેક કરી ૫૦ થી ૬૦ હજાર સીસીટીવી વિડીયો મેળવ્યા હતા, આ તમામ વીડિયો માંથી ફક્ત ૧૦% જ વિડિયો વેચાણ થઈ શકે તેવા હતા : મહાકુંભના ઘાટ પર મહિલાઓ સરળતાથી વીડિયો બનાવી શકતી હતી, તેથી તેમને નોકરી પર રાખવામાં આવી હતી, વાંધાજનક વીડિયો મહિલાઓ દ્વારા જ શૂટ કરવામાં આવ્યા હતા3:47 PM IST
કેન્દ્રીય ગૃહ અને સહકારિતી મંત્રી અમિતભાઈ શાહે નવી દિલ્હી સ્થિત ગુજરાત ભવનમાં ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો : જનજાતીય સમુદાયનું ઉત્થાન અને તેમનું સશક્તિકરણ એ મોદી સરકારની પ્રાથમિકતા છે: મોદી સરકાર 50%થી વધુ વસ્તી ધરાવતા અને ઓછામાં ઓછા 20,000 આદિજાતિ લોકોવાળા પ્રત્યેક તાલુકામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરાવ્યુ :આઝાદી પછીના 6 દાયકાઓ સુધી દેશમાં ફક્ત એક સેન્ટ્રલ ટ્રાયબલ યુનિવર્સિટી હતી, મોદી સરકારે એક દાયકામાં 2 નવી ટ્રાયબલ યુનિવર્સિટીઓ શરૂ કરી1:46 PM IST
આયુષ્માન કાર્ડ બનાવવામાં ભાજપ શાસિત રાજ્યો આગળ : આયુષ્માન કાર્ડ ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ આપે છે. તે જ સમયે, ૭૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ ૫ લાખ રૂપિયાનું ટોપ-અપ કવર મળશે ટોચના ૬માં યુપી, એમપી, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનઃ દેશભરમાં ૩૦ હજાર હોસ્પિટલોનું નેટવર્ક જોડાયેલું છેઃ અત્યાર સુધીમાં દેશના ૩૪ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૩૬.૭૫ કરોડથી વધુ લોકોના આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે11:05 AM IST
હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરોઃ તેમને યાત્રાધામ સંસ્થાને સોંપો : કાંચી પીઠના શંકરાચાર્યે મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની માંગ કરી છે : મંદિરો પર હિન્દુઓનો અધિકાર હોવો જોઈએ, હિન્દુઓએ આ અંગે નિર્ણયો લેવા જોઈએ,કન્યાકુમારીથી કાશ્મીર સુધી એક નિયમ લાગુ કરવાની માંગ11:11 AM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ૪૩11:19 AM IST
ભ્રષ્ટાચારના દરેક કેસમાં FIR નોંધતાં પહેલાં પ્રાથમિક પૂછપરછ ફરજિયાત નથી સુપ્રીમ : પોલીસની કામગીરીને વધારે સરળ બનાવતો સીમાચિホરૂપ ચુકાદો : સરકારી અધિકારી સામે નોંધાયેલી ફરિયાદ રદ કરવાના કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે ભૂલભરેલો ગણાવ્યો અને અધિકારી સામેની ફરિયાદ પુનઃસ્થાપિત કરવા નિર્દેશ આપ્યા 10:16 AM IST
જાદુ ટોના પણ કામ ન આવ્યાઃ ટીમ ઇન્ડિયાનો વિરાટ વિજય : ભારતે તેના કટ્ટર પાકિસ્તાનને ૬ વિકેટે હરાવ્યું સેમીફાઇનલની રેસમાંથી બહાર કરી દીધુ બોલરોના શાનદાર પ્રદર્શન બાદ બેટરોએ પણ રંગ રાખ્યોઃ મેન ઓફ ધ મેચ કોહલીની અણનમ સદીઃ હવે રમાશે ન્યુઝીલેન્ડ સામે મુકાબલો સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી, સૂર્યા , તિલકવર્મા, અભિષેક શર્મા સહિતના યુવાન ખેલાડીઓએ પણ મેચ નિહાળ્યો11:07 AM IST

બલ્લે...બલ્લે...

વિન્ટેજ કાર શો

જ્વેલરી પ્રદર્શન

ચેમ્પિયન્સ....
અકિલા સોશ્યિલ મીડિયાપીએમ મોદીની બિહારથી પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિ:ગુજરાતના ૫૧.૪૧ લાખથી વધુ કિસાન પરિવારોને ૧૧૪૮ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ મળી : મુખ્યમંત્રી - કૃષિ મંત્રી - કૃષિ રાજ્ય મંત્રી અને પદાધિકારીઓ સહિત રાજ્યના ૨.૫૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રધાનમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યકક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો6:57 PM IST
ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકાર અને PMJAY-મા યોજના પર અકબંધ છે : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : ખ્યાતિ હોસ્પિટલની ઘટનાના કસુરવારો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાઇ :મંત્રી ઋષિકેશ પટેલ: તમામ આરોપીની ઘરપકડ કરીને સમયસર ચાર્જશીટ કરવામાં આવી : કાર્તિક પટેલ વિરૂધ્ધની પુરવણી ચાર્જશીટ પણ ટુંક સમયમાં કરાશે: ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઇ તબીબ પર સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હોવાનો કદાચિત ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો6:47 PM IST
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ: ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યા ₹18,800 કરોડ : દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક ₹6000ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું 2:33 PM IST
ઉત્સવ ધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ૧૧૦૦ કિલોનો બોર ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો:વડોદરાના હરિભક્તના યજમાન પદે યોજાયેલ ઉત્સવમા હજારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી : વડતાલ ગામની તમામ શાળાના વિદ્યાર્થીઓને બોર પ્રસાદનું વિતરણ કરાયુ : શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન દ્વિ શતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે ચેરમેન દેવપ્રકાશ સ્વામી તથા કોઠારી દ્વારા મહોત્સવ યોજાયો3:56 PM IST
દેશના હજારો કેમેરાઓ હેક કરીને હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે રેકેટના મુખ્ય સુત્રધારોને પકડીને ષડયંત્રનો પર્દાફાશ કર્યો: મંત્રી હર્ષ સંઘવી : સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા આ કેસમાં સ્પે.પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા પણ કાર્યવાહી શરૂ : સીસીટીવી હેક કરનાર આ આરોપીઓ યુરોપીયન દેશો એટલાન્ટા, રોમાનીયા, જ્યોર્જીયા અને જાપાન જેવા દેશોના VPN નો ઉપયોગ કરીને પોતાની ઓળખ છુપાવતા હતા: મહિલા દર્દીઓની સારવારના સી.સી.ટી.વી. વિડીયો વાયરલ થવાની ઘટના સંદર્ભે જાહેર અગત્યની બાબત પર ગૃહમાં જવાબ આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી6:51 PM IST
અંબાજી-બાલારામ વન્યજીવ અભયારણ્યની આસપાસ વર્ષ 2019થી એક પણ લિઝને મંજૂરી અપાઈ નથી : વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ : વન્યજીવ અભયારણ્યની હદથી એક કિ.મી. ત્રિજ્યામાં માઈનિંગ પર રાજ્ય વ્યાપી પ્રતિબંધ : વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી2:53 PM IST
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ૬ વર્ષ : રાજયમાં ૬૬.૫૫ લાખ ખેડૂતોને મળ્યા ૧૮,૮૦૦ કરોડ : દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક રૂા.૬૦૦૦ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતળત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચતિ કર્યું 4:34 PM IST
અમદાવાદમાં બે બિલ્ડરો વચ્ચે ૫૦૦ કરોડની બબાલઃ IPS ઓફિસરે ૨૨ કરોડનો તોડ કર્યાની ચર્ચા : અધિકારીએ એક બિલ્ડર અને તેની પત્નીને પોતાના પગ પાસે બેસાડીને અત્યંત અપમાનિત કરીને રડાવ્યા હતા બિલ્ડરે છૂટયા પછી આ આઇપીએસ અધિકારીની ફરિયાદ દિલ્હી ભાજપ હાઇકમાન્ડને કરી હોવાનું કહેવાય છે, તેના પગલે આ અધિકારીની તાત્કાલિક બદલી કરી દેવાઈ હોવાનું કહેવાય છે4:50 PM IST
બે ટ્રકમાં બટેટા-ચોખા પાછળ છુપાવેલો ૩૫.૪૨ લાખનો દારૂ ઝડપાયો : બામણબોર પાસે એલસીબી ઝોન-૧ ટીમની કાર્યવાહીઃ કુલ ૬૫.૬૭ લાખનો મુદ્દામાલ કબ્જેઃ હરિયાણાથી ભરાયેલો દારૂ પોરબંદર તરફ લઇ જવાનો હતોઃ આગળ કારમાં ભાણવડના રાણપરનો ઘેલુ કોડીયાતર અને સાગ્રીત સુરા મોરી બંને ટ્રકનું પાયલોટીંગ કરી રહ્યા'તાઃ ડીસીપી સજ્જનસિંહ પરમારની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ચુડાસમા અને ટીમની કામગીરીઃ એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, રાજવીરભાઇ પટગીરની બાતમી2:57 PM IST
પુરાતત્વવિદ પી.પી.પંડયા બહુમુખી પ્રતિભા ધરાવતા એક ઉત્તમ પુરાતત્વવિદ સાથે ઉત્તમ શિક્ષક, ઉત્તમ કયુરેટર અને સ્વાતંત્ર સેનાની હતા : પુરાતત્વવિદ પી.પી.પંડયા - લેખિકા સંધ્યા ભટ્ટ (પુસ્તક પરિચય) : પેન્સીલવેનિયા યુનિવર્સિટીના ડો.પોસેલે લખ્યુ કે પી.પી.પંડયા પાયોનિયર ઇન ધ આર્કયોલોજી ઓફ ગુજરાત હતા પોતાના કાર્યકાળ દરમિયાન બૌધ્ધગુફા ખંભાલીડા, હરપ્પન સાઇટ રોજડી સહિત ૨૦૦ જેટલા પ્રાચીન સ્થળોની શોધ કરી હતી પરિચય પુસ્તિકાથી રસીકજનો, વિદ્યાર્થીઓ પુરાતત્વવિદની નિષ્ઠા, આવડત અને કરેલા કાર્યને જાણી ઘણું સમજી શકશે4:23 PM IST
પ્રયાગરાજમાં કુંભ સ્નાન કરી પરત રાજકોટ આવી રહેલા કારખાનેદાર પ્રવિણસિંહ પઢીયારનું હાર્ટએટેકથી મૃત્યુ : પત્નિ, વેવાઇ-વેવાણ સાથે ગયા બુધવારે પ્રયાગ રવાના થયા બાદ ગઇકાલે શ્રીનાથદ્વારા રોકાણ કર્યુ ત્યારે ઢળી પડયાઃ રાજકોટના રાજુભાઇ ઝુંઝા સહિતે પોસ્ટમોર્ટમ કરાવડાવી એમ્બ્યુલન્સ સહિતની વ્યવસ્થા કરાવી આપી2:57 PM IST
તાવથી વૈશાલીનગરના ૮ મહિનાના વનરાજનું મોત5:00 PM IST
૧૨ વર્ષની ક્રિકેટર સુશીલા મીણાના ફેન બની ગયા છે સચીન તેંડુલકર : સચિન તેંડુલકરના એક ટ્વીટથી બદલાયું ભાગ્ય, આદિવાસીની દીકરી હવે બની ‘સેલિબ્રિટી' * ઝહીર ખાનને ટેગ કરતાં લખ્યું, સુશીલાની બોલિંગ એક્શનમાં તમારું પ્રતિબિંબ દેખાય છે * તેણીના માતા-પિતા રતનલાલ મીણા અને શાંતિબાઈ મીણા મજૂરી અને ખેતીકામ કરે છે *પિતા પાસે દીકરી માટે ક્રિકેટના સાધનો ખરીદવા પણ પૈસા નથી. ર્ં સુશીલા ૯ વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહી છે. હાલમાં પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે * સચિન તેંડુલકર કોણ છે તે સુશીલા જાણતી નથી. તેના ઘરમાં ટીવી પણ નથી * શિક્ષક ઇશ્વરલાલ પાસેથી તેણી ક્રિકેટ શિખે છે. *તેના સૌથી વધુ જોવાયેલ વીડિયોને ૪૪.૬ મિલિયન વ્યૂઝ મળ્યા છે અને તે હજુ પણ વાયરલ છે.3:59 PM IST
રાંદરડા તળાવ ચોખ્ખો ચણાક કરાયોઃ સફાઇ ઝુંબેશ 4:30 PM IST
હરિદ્વાર સોસાયટીમાં રોડ કરાવોઃ નગરસેવકો ગાંઠતા નથીઃ સ્થાનીકોની હૈયાવરાળ : શહેરના વોર્ડ નં. ૧૮ના કોઠારીયા સોલવન્ટ વિસ્તારના રહેવાસીઓની શાસક પક્ષ નેતાને ઉગ્ર રજુઆત મનપા અને વોર્ડના કોર્પોરેટરોને જાણ કરવા છતાં રસ્તા બીસ્મારઃ ચોમાસા પહેલા કામ પૂર્ણ કરાવવા માંગઃ લીલુબેન જાદવે સમસ્યા હલ કરવા સંબંધીત અધિકારીને સૂચના આપી4:45 PM IST
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મહોત્સવનો પ્રથમ દિવસ : ડો. સોનલ માનસિંહ દ્વારા સોમનાથનો ઈતિહાસ તાદ્રશ્ય કરતા ‘હર હર મહાદેવ’ નાટકની પ્રસ્તુતિ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ : ભગવાન સોમનાથ મહાદેવના ઈતિહાસ અને મહાદેવના જીવન-કવનને પ્રતિબિંબિત કરતું અદ્વિતીય નૃત્ય-નાટક 'હર હર મહાદેવ’ની પ્રસ્તુતિમાં ભગવાન શિવની મહાગાથાનું આલેખન કરાયું 9:27 PM IST
સોમનાથ મંદિરનું પુર્નનિર્માણ કરાવનારા લોહપુરુષ સરદાર સાહેબની ૧૫૦મી જન્મ જયંતીના વર્ષે સૌપ્રથમ સોમનાથ મહોત્સવનું આયોજન સુભગ સંયોગ : સોમનાથ મંદિર માત્ર ધર્મસ્થળ નહીં ભારતીય અસ્મિતાનું પ્રતિક અને વડાપ્રધાનશ્રીની સંકલ્પનાના ‘એક ભારત - શ્રેષ્ઠ ભારત’નું જીવંત ઉદાહરણ છે :સોમનાથ આવતા યાત્રાળુઓને સરળ કનેક્ટિવિટી માટે “સોમનાથ - દ્વારકા એક્સપ્રેસ-વે”ના નિર્માણ માટે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યું છે : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌ પ્રથમ સોમનાથ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો : ત્રિદિવસીય સોમનાથ મહોત્સવમાં કલા દ્વારા આરાધનાનો ઉત્સવ : પ્રથમ દિવસે સિદ્ધ હસ્ત નૃત્યાંગના પદ્મવિભૂષણ ડૉ. સોનલ માનસિંહે “હર હર મહાદેવ” નાટ્યકથા પ્રસ્તુત કરી : ત્રણ દિવસના સોમનાથ મહોત્સવમાં પદ્મવિભૂષણ - પદ્મભૂષણ અને પદ્મશ્રી ગૌરવ પ્રાપ્ત સિદ્ધ હસ્તકલાકારો - લોકસંગીતકારો શિવ મહિમાગાન કરશે 9:21 PM IST
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : દેવાધિદેવ મહાદેવ સમક્ષ મુખ્યમંત્રીએ સૌની સુખાકારી અને સમૃદ્ધિની પ્રાર્થના કરી : શ્રી સોમનાથ મંદિરના પંડિતોએ શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી 8:00 PM IST
લાઠી પાસે વાહન અકસ્માતમાં પિતા-પુત્રી-ભાણેજના મોત : ફઇની દિકરીના લગ્ન પ્રસંગમાં જતી વખતે બનાવઃ લાઠીના ૪૦ વર્ષિય વિજયભાઇ પરમારનું ઘટના સ્થળે, ૧૫ વર્ષની દિકરી શ્રધ્ધાનું બાબરા હોસ્પિટલમાં અને ૮ વર્ષની ભાણેજ કૃપાલીનું રાજકોટમાં મૃત્યુ : ટુવ્હીલરમાં ત્રણ સવારીમાં જતી વખતે માલવાહક વાહન કાળ બન્યું: પરમાર-નાગડુકીયા અને સોલંકી પરિવારજનોમાં શોકની કાલીમા:દિકરી-ભાણેજ સાથે કાળનો કોળીયો બનેલા વિજયભાઇ પરમાર-નાગડુકીયા પાંચ બહેનના એકના એક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં કૃપાલી ત્રણ ભાઇની એકની એક બહેન 2:54 PM IST
સોમનાથ સંસ્કૃત મહાવિદ્યાલયમાં “મંદિર, તીર્થ અને પરંપરા” વિષય પર સેમિનાર યોજાયો : શિવ મંદિરોમાં સ્થાપત્ય, વાસ્તુકલા તેમજ પ્રભાસ ક્ષેત્રની સાંસ્કૃતિક ધરોહર પર સાંસ્કૃતિક મનોમંથન : તજજ્ઞો દ્વારા શિવ સ્થાપત્ય, શિવત્વ તેમજ શિવ મંદિરની વાસ્તુકલા અને શિવ સાહિત્ય પર મનોમંથન કરીને શૈક્ષણિક સત્રના માધ્યમથી વિદ્યાર્થીઓને સોમનાથ મંદિર અને તેના મહત્વ વિશેની જાણકારી આપવામાં આવી3:11 PM IST
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીએ રણજીતપર, ખીલોસ, મોટી લાખાણી, નાની લાખાણી, જામવંથલી અને વરણા ગામોની મુલાકાત લઇ નાગરિકોની રજૂઆતોના સુખદ સમાધાન માટે આશ્વાસન આપ્યુ3:36 PM IST
જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં દરરોજ રાત્રે સાંસ્કળતિક ક્રાર્યક્રમનું ભવ્ય આયોજન : ગુજરાતના ગૌરવવંતા કલાકાર ‘‘પદ્મશ્રી'' હેમંતભાઈ ચૌહાણ, રાજભા ગઢવી, જીતુભાઈ દાદ સહિતના કલાકારો ભજન, સંતવાણીની પ્રસ્તુતી કરશે : આજે રાત્રે ૭ વાગ્યે નવયુવાઓના દિલની ધડકન એવું અઘોરી મ્યુઝિક બેન્ડ પોતાની કલાની પ્રસ્તુતી કરીને શ્રોતાગણને મંત્રમુગ્ધ કરશે : ભારતીય સનાતન સંસ્કળતિ, સંત પરંપરા, ભક્તિ અને આસ્થાની ડૂબકી લગાવીને ભાવિકો પુણ્યશાળી બનશે2:24 PM IST
સાંજે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ મહોત્સવનું ભુપેન્દ્રભાઇના હસ્તે ઉદઘાટન : પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમા, જિલ્લાના ધારાસભ્યો ભગવાનભાઈ બારડ, કાળુભાઈ રાઠોડ, ડો.પ્રદ્યુમન વાજા, વિમલભાઈ ચૂડાસમા, પ્રવાસન અને દેવસ્થાન વિભાગના સચિવ રાજેન્દ્રકુમાર, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એસ. છાકછૂઆક, ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે12:14 PM IST
જૂનાગઢમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણનું સ્તર ઉચુ આવે તે માટે ચર્ચા વિચારણા અને નિર્ણયો : જૂનાગઢ સ્વનિર્ભર હોસ્ટેલ સંચાલક સંધ દ્વારા હોસ્ટેલ ધરાવતી શાળાઓની ક્રિષ્ના બોર્ડીંગ ખાતે મળેલી મિટિંગમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યવર્ધક ભોજન સ્વચ્છ વાતાવરણની સાથે શ્રેષ્ઠ શિક્ષણ આપીને ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તથા મૂલ્ય વર્ધક જીવનલક્ષી શિક્ષણ દ્વારા રાષ્ટ્રને સમર્પિત બને તેવા બનાવવાનો મકકમ નિર્ધાર1:43 PM IST
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ ઘાટ ખાતે ‘સંગમ આરતી’ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ : વૈદિક ઋચાઓના ગાન અને આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની આરતી કરી : જે રીતે ગંગા આરતી કરવામાં આવે છે, તે જ રીતે મુખ્યમંત્રીશ્રીએ હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા અરબી સમુદ્રના સંગમ સ્થળ પર વેદની ઋચાઓના ગાન સાથે આદ્યાત્મિક અને દિવ્ય માહોલમાં ૧૦૮ દીપની ‘સંગમ આરતી’ 9:13 PM IST
"મેરા પરિવાર પોરબંદર મેં એક પાર્ટી પ્લોટ લોન્ચ કર રહા હૈ, જહા રાજસ્થાન કી રેત હૈ, ગોવા કા સમંદર હૈ, માઉન્ટ આબુ કા સનસેટ પોઇન્ટ હે, ઓર ગુજરાત કી ખાનગી પાર્ટી હૈ, જિસકા મે લીગલ એડવોકેટ હું, સબ કી જવાબદારી મેરી હૈ, જગદીશ માધવ મોતીવરસ, એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ, પોરબંદર" : સોશ્યલ મીડિયામાં વાયરલ વીડિયો એ મચાવ્યો ખળભળાટ : જુઓ વિડિઓ : જાહેરાત કરનાર સામે પોરબંદર ના એસ.પી. પગલા ભરી વરઘોડો કાઢશે કે કેમ? ગાંધીવાદીઓએ ઉઠાવ્યો સવાલ2:44 PM IST
બેટીના પાટીયે કૂવામાંથી મળી બાળકની લાશ : આશરે ૩ વર્ષના બાળકને કોણે કૂવામાં ફેંક્યું? કોનું સંતાન? હત્યા કરી લાશ ફેંકાઇ કે જીવતો જ ફેંકી દેવાયો કે અકસ્માતે પડી ગયો? ગળાટૂંપાથી મોત નથી થયું, શરીરે ઇજા પણ નથી : બેટી-રામપરા પાટીયે ભારત બેન્જ કંપની સામે જયેશભાઇ બાંભણીયાની વાડીના કૂવામાંથી મૃતદેહ મળતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ આસપાસના મજૂરોની પુછતાછઃ એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ એસ. એસ. જાડેજા અને ટીમે : આદર્યો તપાસનો ધમધમાટતસ્વીરમાં દેખાતા બાળકના કોઇ વાલીવારસ હોય તો મો.૯૯૭૮૮ ૨૨૯૮૯ અથવા ૯૬૨૪૨ ૬૭૮૭૬ ઉપર સંપર્ક કરવો2:58 PM IST
બુધવારે જામનગરમાં મહાશિવરાત્રીએ ભવ્ય શિવ શોભાયાત્રા નીકળશે : હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના ઉપક્રમે છોટીકાશીમાં પરંપરાગત રીતે ૪૪મી શિવશોભાયાત્રાનો સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી થશે પ્રારંભઃ નગર ભ્રમણ કરી ભીડભંજન મહાદેવ મંદિરે થશે સંપન્ન શોભાયાત્રામાં ૨૫ ફલોટ્સ જોડાશેઃ ૮૩ સ્થળે શોભાયાત્રાનું સ્વાગત તેમજ ભગવાન શિવજીની ઝાંખી ઉભી કરી પ્રસાદનું વિતરણ કરાશેઃ જામનગરમાં મહાશિવરાત્રીના પર્વે યોજનારી ૪૪મી ચલિત શિવ શોભાયાત્રાના વિશેષ આકર્ષણોઃ સતવારા સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રામાં શિવ વિલાપનું દ્રશ્ય ભજવી અઘોરી ભસ્મરાસ તથા તલવાર રાસ યોજાશે1:53 PM IST
જર્મનીમાં બદલાશે ચાન્સેલર 6:05 PM IST
અક્ષય કુમારનું નવું ગીત મહાકાલ ચલો રિલીઝ6:20 PM IST
'મેરે હસબન્ડ કી બીવી' બોક્સ ઓફિસ પર ફ્લોપ 6:21 PM IST
યુવા એડવોકેટ અભિષેક શુકલનો આજે જન્મ દિવસ3:38 PM IST












































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી
























































































































































































































