<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

પાકિસ્તાન સામે મેચ જીતની ઉજવણી:ખોખરા વિસ્તારમાં મારામારી: સામસામે પથ્થરમારો: 7 આરોપીની ધરપકડ

અનુપમ બ્રિજ પાસે લોકો જીતનો જશ્ન માનવતા હતા ત્યારે પસાર થતા બાઈક ચાલક ઉપર ફટકડાનો તણખો પડ્યો પડતા બોલાચાલી થયા બાદ મારામારીમાં ફેરવાઈ ગઈ

અમદાવાદ :કાલે રાત્રે ભારત પાકિસ્તાન મેચ દરમિયાન મેચ જીત બાદ ઉજવણી દરમિયાન ખોખરા વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો. અને પોલીસ દ્વારા 7 આરોપીને ધરપકડ કરવામાં આવી છે.

ભારતે કાલે પાકિસ્તાનને પરાજય આપી હતી. તેને ઉત્સાહમાં કેટલાક લોકો રસ્તા ઉપર આવી જતા જશ્ન માનાવી રહ્યા હતા. અને રસ્તા ઉપર ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ખોખરા વિસ્તારમાં આવેલા અનુપમ બ્રિજ પાસે  લોકો જીતનો જશ્ન મનાવી રહ્યા હતા. અને ત્યારે રસ્તામાંથી પસાર થતા બાઈક ચાલક ઉપર ફટકડાનો તણખો પડ્યો હતો. અને તે બાઈક ચાલક અને ફટાકડા ફોટનારા વ્યક્તિ સામે થોડી બોલાચાલી થઈ હતી. તે બોલાચાલી મારામારીમાં ફેરવી ગઈ હતી. અને બંને પક્ષો એક બીજાની સામ સામે આવ્યા ગયા હતા. એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો. જેથી કરીને ખોખરા વિસ્તારમાં કાલે રાત્રે અશાંતિનો માહોલ ઉભો થયો હતો.
જ્યારે મેચની જીતનો જશ્ન મનાવા જતા રસ્તામાં પ્રસાર થતા બાઈક ચાલક ઉપર તણખો પડતા મામલો બીચકાવ્યો હતો. અને એક બીજા ઉપર પથ્થરમારો કર્યો હતો. અને આ પથ્થરમારો થવાને લીધે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને મારામારી થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. અને કુલ 7 લોકોની ધરપકડ કરી હતી. અને આગળની તપાસમાં પોલીસી સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર મામલોની હકીકત  સામે આવશે. પણ હાલ પોલીસે દ્વારા 7 લોકોી ધરપકડ કરવામાં આવી રહી છે.

(1:18 PM IST)