તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
જસદણ પાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણાનો આજે જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨૪ :.. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ મહિલા આગેવાન રમાબેન મકવાણાનો આજે જન્મદિવસ છે. રમાબેન મકવાણા ઘણા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના સામાન્ય કાર્યકર્તા થી શરૂ કરીને જસદણ નગરપાલિકાના પ્રમુખ તેમજ રાજકોટ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ , માંધાતા ગ્રુપ ગુજરાત મહિલા અધ્યક્ષ તેમજ કોટડા સાંગાણી તાલુકાના ભાજપના પ્રભારી જેવી વિવિધ જવાબદારીઓ સંભાળી ચૂકયા છે. હંમેશા લોકોની સેવા માટે તત્પર રહેતા હોય છે. મહિલાઓ માટે વિવિધ સેવાકીય કાર્યો વિવિધ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવી એ તેમનો મુખ્ય ધ્યેય છે. રમાબેન મકવાણાએ જસદણ નગરપાલિકામાં એક મહિલા પ્રમુખ તરીકે ખુબજ પ્રશંશનીય કામગીરી કરી હતી જે મહિલાઓ માટે પ્રેરણારૂપ કહી શકાય તેમ હતી. તાજેતરમાં યોજાયેલી જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પણ રમાબેન મકવાણા વોર્ડ નંબર એક માંથી ભાજપના ઉમેદવાર તરીકે બિનહરીફ થયા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી તેમના મોબાઈલ નંબર ૯૭૨૨૧૧૨૨૨૨ ઉપર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.
(5:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
