News of Monday, 24th February 2025
સમુહલગ્નનું આયોજન કરવા અંગે નિયમો ઘડો : કલેકટર ખાસ જાહેરનામું બહાર પાડે : કોંગ્રેસનું વિસ્તૃત આવેદન
ક્રિમિનલ રેકોર્ડ-રજીસ્ટ્રેશન-ખર્ચનો હિસાબ -અન્ય રેકોર્ડ-કરિયાવર-દાતાઓનું ફંડ વિગેરે તમામ બાબતો ખાસ આવરી લેવા માંગણી

રાજકોટ, તા. ર૪ : શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અતુલ રાજાણી તથા અન્યોએ કલેકટરને આવેદન પત્ર પાઠવી સર્વ જ્ઞાતિ સમુહલગ્ન તથા સમુહ લગ્નનું આયોજન કરવા માટે નિયમો માટે જાહેરનામું બહાર પાડી કડક પગલા ભરવા માંગણી કરી હતી.
આવેદનમાં જણાવેલ કે રાજકોટ શહેરમાં બે દિવસ પહેલા રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ આયોજિત સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ માં ૨૮ નવ દંપતીના મુખ્ય આયોજક ભાજપના આગેવાન ચંદ્રેશ છત્રોલા અને તેના મળતીયાઓ દ્વારા નવદંપતી અને તેના પરિવારો પાસેથી ૧૫ હજાર થી ૪૦ હજારની ફી લીધા પછી લગ્ન ના દિવસે કોઈ દેખાયા નહીં અને અફડાતફડી નો માહોલ થતાં લગ્નોત્સવના સમારંભમાં પોલીસે આવી જવું પડ્યું. આયોજકો દ્વારા દૂર દૂર ના ગામો સાથે દોઢેક વર્ષ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરી ફી ઉઘરાવી હતી અને કરિયાવર પણ આપ્યો નથી. જો કે પોલીસે આયોજકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી સબબ ગુનો દાખલ કરી ધરપકડો કરી છે પરંતુ અમારી માંગ એ છે કે જે લોકોના રૂપિયા ૧૫ હજાર થી ૪૦ હજાર લેવામાં આવ્યા છે તે તમામને આયોજકો પાસેથી એ નાણાંની રિકવરી કરી અને પરત અપાવવા જોઈએ. અને અમારી માંગ છે કે ભવિષ્યમાં સમૂહ લગ્નમાં આ પ્રકારની છેતરપિંડીનો કોઈ ભોગ ન બને અને તેના માટે આપ દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન તથા સમૂહ લગ્નોત્સવ કરનાર સામાજિક સંસ્થાઓ કે સમાજના મંડળો માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવાની અમારી માંગ છે.
આ જાહેરનામામાં સમૂહ લગ્ન કરનારા આયોજકો ક્રિમિનલ રેકોર્ડ ન ધરાવતા હોવા જોઈએ. પાંચ વર્ષ જૂનું ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ. જો રજીસ્ટ્રેશન ન હોય તો તેવી સામાજિક સંસ્થાઓને કે મંડળોને કલેકટર કચેરીમાં તમામ ખર્ચનો હિસાબ આપવાનો રહેશે તમામ ખર્ચ કાઢતા જે રકમ જમા હોય તે કન્યા કેળવણી માટે ઉપયોગમાં લેવામાં આવે. આયોજકો પાસે સંપૂર્ણ વ્યવસ્થા ફંડ રહેવા જમવાની સગવડ સરકાર ના નિયમ મુજબની વ્યવસ્થાઓ નો રેકોર્ડ કલેકટરને જણાવે ત્યાર પછી જ આયોજકોને મંજૂરી મળવી જોઈએ. કરિયાવરની તમામ વસ્તુઓ જે બતાવવામાં આવે છે તે આપવામાં આવે છે કે કેમ તેની ખરાઈ થવી જોઈએ.દાતાઓએ આપેલ ફંડ કલેકટર ની વેબસાઈટમાં તમામ લોકો જોઈ શકે તે પ્રકારે વ્યવસ્થા હોવી જોઈએ.
હિન્દુ સમાજમાં પવિત્ર બંધન એટલે લગ્ન કે આપણી ભારતીય સંસ્કળતિ નુ એક અભિન્ન અંગ છે. આવા નકલી આયોજકો ને કારણે તેમને ખૂબ નુકસાન પહોંચે છે. પવિત્ર વિધિથી બંધન થવા જઈ રહેલ લગ્ન જોડા પરિવાર સાથે પાછું ફરવું પડે, તે અપશુકન કહેવાય હિન્દુ વિધિ પ્રમાણે ભવિષ્યમાં આવી સંસ્કળતિને નુકસાન ન પહોંચાડે અને ધર્મ અપમાન ન કરે.
તેમજ ગરીબ લોકોની મશ્કરી તે માટે ઉપર બનાવીને જાહેરનામું તાત્કાલિક પાડવા આવે તેવી અમારી અપીલ છે, આવેદન દેવામાં સર્વશ્રી જશવંતસિંહ ભટ્ટી, હેમાંગ વસાવડા, ધરમ કાંબલીયા, વશરામ સાગઠીયા, મહેશ રાજપૂત વિગેરે જોડાયા છે.
(4:24 PM IST)










