<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

૫૦૦૦૦ CCTV હેકઃગ્‍લોબલ રેકેટઃ વધુ ૩ પકડાયા

CCTV કાંડ બાંગ્‍લાદેશની ટેલિગ્રામ ચેનલ પરથી પણ વીડિયો અપલોડ કરાયા હોવાનું તપાસમાં ખૂલ્‍યું : રાજકોટની ખાનગી હોસ્‍પિટલના સીસીટીવી ફૂટેજ વાયરલ કરનાર બે આરોપીની ધરપકડઃ બંને આરોપી ફૂટેજ દિલ્‍હીના સિસોદિયાને વેચતા

અમદાવાદ,તા.૨૪: હવે માત્ર હોસ્‍પિટલ કે બ્‍યુટી પાર્લરના સીસીટીવી હેક થઈને તેના ફૂટેજ વાયરલ થઇ રહ્યા છે તેવું નથી. હેકર્સ ટૂકડીએ તો સ્‍કૂલ, કોલેજ, કોર્પોરેટ ઓફિસ, બેડરૂમના સીસીટીવી કેમેરા પણ હેક કરીને તેના ફૂટેજ વાયરલ કર્યા હતા. આ ટુકડીએ નવ મહિનામાં ૫૦ હજાર સીસીટીવી કેમેરા હેક કરીને સેન્‍સેટિવ વીડિયો વાયરલ કર્યા હતા. વિકળતિના વેપારમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે.

આ સમગ્ર સીસીટીવી કેમમાં પોલીસે સાંગલીના ભી.ટેક થયેલા વૈભવ માનેને ઝડપી લીધો છે. વૈભવ માસ્‍ટર માઈન્‍ડ પ્રજ્જવલ તૈલીનો પાર્ટનર છે. પ્રજજવલ જે ફૂટેજ મેળવતો હતો તેને વૈભવ વાયરલ કરતો હતો. રાજકોટની પાયલ હોસ્‍પિટલના સીસીટીવી કેમેરા હેક કરનાર સુરતના પરિત પામેલીયા અને તેના સાથીદાર રાયન પરેરાને પણ ઝડપી લેવાયા છે. રાયન અને પરિત સીસીટીવી કેમેરાના ફૂટેજ દિલ્લીના રોહિત સિસોદિયાને વેંચતા હતા. તેને ઝડપી લેવા માટે પોલીસ કવાયત હાથ ધરી છે. વિકળત વીડિયો ભાંગ્‍લાદેશની ટેલિગ્રામ ચેનલ પર પણ અપલોડ કરાયા હતા.

રાજકોટની પાયલ હોસ્‍પિટલમાં મહિલાઓની સારવારના સીસીટીવી ફૂટેજ યુ-ટયુબ ચેનલ પર વાયરલ થયા હતા. આ વીડિયો ટેલિગ્રામ પર વેંચાયા પણ હતા. જે અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચના ડીસીપી લવિના સિંહા અને એસીપી હાર્દિક માંકડીયાએ ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંગલને આ બાબતે ખાન દોરી તપાસ શરૂ કરી હતી.

સમગ્ર તપાસમાં આ ચેનલ મહારાષ્‍ટ્રના સાંગલીમાંથી ઓપરેટ થતી હોવાનું ધ્‍યાને આવતા પ્રજ્જવલ તૈલી અને પાટીલને ઝડપી લેવાયા છે. પ્રયાગરાજમાં પણ તાાન કરતી મહિલાઓના વીડિયો અપલોડ કરનારા ચંદ્રપ્રકાશ ફુલચંદને પણ ઝડપી લેવાયો હતો.

પોલીસે ત્રણેયના મોબાઈલ અને લેપટોપ ચેક કરતા તેમાંથી બે હજાર કરતાં વધુ વીડિયો મળી આવ્‍યા હતા. આ ગેંગ ઇન્‍સ્‍ટાગ્રામ ચેનલ પર વિકળતિનું મેનુ તૈયાર રાખતી હતી. ૨૦ કેટેગરીમાં રૂપિયા ૮૦૦થી ૨૦૦૦માં આ પ્રકારના વીડિયો વેચતા હતા. ૧. પોલીસ તપાસ દરમિયાન પ્રજજ્જવલ તૈલીના પાર્ટનર અને વિકળતિ માટેની ચેનલનું બ્રાન્‍ડિંગ કરનાર સાંગલીના વૈભવ માનેને પણ ઝડપી લીધો હતો. આ ઉપરાંત રાજકોટની પાયલ હોસ્‍પિટલના સીસીટીવી ફૂટેજ હેક કરનાર સુરતના પરિત અને રાયન પરેરાને પણ ઝડપી લેવાયા છે. આ ત્રોની પૂછપરછમાં એવી ચોકાવનારી વિગતો સામે આવી છે કે, આ ગેંગ દ્વારા નવ મહિનામાં જુદી જુદી હોસ્‍પિટલો, સ્‍કૂલો, કોલેજો, કોર્પોરેટ્‍સ ઓફિસ, હોટલ તથા

પરિત અને રાયન જે સીસીટીવી હેક કરીને ફૂટેજ મેળવે તેમાંથી ચોક્કસ કન્‍ટેન્‍ટ દિલ્‍હીના રોહિત સિસોદિયાને પહોંચાડતા હતા, તેને ઝડપી લેવા કવાયત ચાલી રહી છે. પરિત અને રાયન વિદેશના હેર્ક્‍સની મદદથી સીસીટીવી કેમેરા હેક કરવાનું શીખ્‍યા હતા. બાંગ્‍લાદેશના આઈપી એડ્રેસ અને બાંગ્‍લાદેશથી ઓપરેટ થતી ટેલિગ્રામ ચેલનમાં પણ આવા વીડિયો અપલોડ કરાયા હોવાની વિગતો મળી છે.(૪૦.૫)

CCTV સિસ્‍ટમની સુરક્ષા વધારવા શું કરવું જોઇએ?

૧. ડિફોલ્‍ટ પાસવર્ડ બદલવો., મજબૂત પાસવર્ડ રાખવો, ટુ ફેક્‍ટર ઓથેન્‍ટિકેશન સક્ષમ રાખવુ, ખાલી ફિચર્સ સક્ષમ રાખવા, નેટવર્ક વિભાગીકરણ, સુરક્ષિત કનેક્‍શનનો ઉપયોગ કરવો ૭. સંચાર એન્‍ક્રિપ્‍ટ કરો, નેટવર્ક વીડિયો રેકોર્ડર અથવા ડીવીઆર લોક કરેલા સ્‍થાને રાખવા, જેથી અનઅધિકળત એક્‍સેસ રોકી શકાય, ડિફોલ્‍ટ લોગીન ક્રડેન્‍શિયલ્‍સ બદલો,  ફૂટેજનું નિયમિત બ્રેકએપ લેવું, વાઇફાઇ નેટવર્ક સુરક્ષિત રાખવું ૧૨. રિમોટ એક્‍સેસ અને પોટ ફોવડિંગ મર્યાદિત કરો, મોનિટરિંગ એલર્ટ, ક્‍લાઉડ સ્‍ટોરેજનું રક્ષણ, સુરક્ષા અને ઓડિટ નિયમિત કરવું

આ રેકેટમાં ઘણા લોકોની સંડોવણી સામે આવી શકે છે, તપાસ ચાલુ છેઃ DCP

વિકૃતિના વેપારના આ રેકેટમાં ઘણા લોકોની સંડોવણી સામે આવવાની સંભાવના છે. પોલીસ તમામ લોકોને ઝડપી લેવા માટે કામે લાગી ગઇ છે. આ ગુનામાં સંડોવાયેલા સામે કડક પગલાં લેવાશે.

(10:15 AM IST)