<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

પીએમ મોદીએ સ્‍થૂળતા વિરુદ્ધ ઝુંબેશ શરૂ કરીઃ ૧૦ સેલિબ્રિટીઓને નોમિનેટ કર્યા

વડા પ્રધાન મોદીએ એક દિવસ પહેલા મન કી બાત કાર્યક્રમમાં સ્‍થૂળતા વિશે વાત કરી હતી સ્‍થૂળતા સામેની લડાઈને મજબૂત બનાવવા અને ખોરાકમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવવા માટે નામાંકિત કર્યા છે

નવી દિલ્‍હી, તા.૨૪: વડા પ્રધાન મોદીએ જમ્‍મુ અને કાશ્‍મીરના મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લા અને મહિન્‍દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્‍દ્રા સહિત કુલ ૧૦ લોકોને સ્‍થૂળતા સામેની લડાઈને મજબૂત બનાવવા અને ખોરાકમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અંગે જાગળતિ ફેલાવવા માટે નામાંકિત કર્યા છે. આમાં બધા ક્ષેત્રોના લોકોનો સમાવેશ થાય છે.

સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ X પર એક પોસ્‍ટમાં, પીએમ મોદીએ લખ્‍યું, ગઈકાલના મન કી બાતમાં જણાવ્‍યા મુજબ, હું સ્‍થૂળતા સામેની લડાઈને મજબૂત બનાવવા અને ખોરાકમાં ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા અંગે જાગળતિ ફેલાવવા માટે નીચેના લોકોને નોમિનેટ કરવા માંગુ છું. હું તેમને વિનંતી કરું છું કે તેઓ બધા ૧૦ લોકોને નોમિનેટ કરે જેથી આપણું આંદોલન મોટું બને!

આનંદ મહિન્‍દ્રા, દિનેશ લાલ યાદવ નિરહુઆ, મનુ ભાકર, મીરાબાઈ ચાનુ, મોહનલાલ, નંદન નીલેકણી, ઓમર અબ્‍દુલ્લા, માધવન, શ્રેયા ઘોષાલ, સુધા મૂર્તિ.

(11:45 AM IST)