તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
એસ.ટી. બસ પોર્ટના શૌચાલયમાં મહિલાઓ પાસે નાણા ઉઘરાવાતા હોવાની ફરીયાદ
મુસાફર હિત રક્ષક સમિતિએ તપાસ હાથ ધરી કરી રજૂઆત

રાજકોટ તા. ર૪: ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્દુભા રાઓલ, પટેલ નાગજીભાઇ વિરાણી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, જીગ્નેશ બોરડ, જયંતીભાઇ હિરપરા, સોની દીપકભાઇ રાણપરાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે એસ.ટી. બસ પોર્ટ પર શૌચાલયમાં યુરીનલોમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે. મહિલાઓ પાસેથી પણ વોશરૂમ જવા માટે રૂપિયા પાંચ-પાંચ, દસ-દસ લેવામાં આવે છે.
જેની જાણ ગજેન્દ્રસિંહ ઝાલાએ ડેપો મેનેજરને કરી હતી. બસપોર્ટના યુરીનલોમાં રોજ અંદાજે એકાદ લાખ રૂપિયાનો થઇ રહેલા ભ્રષ્ટાચાર અંગે રોષ વ્યકત કરેલ.
ડેપો મેનેજરે ત્વરિત પગલા ભરી રોજકામ કરી એનસીસી કેડેટ યુનિફોર્મમાં સજજ દીકરીઓને વોશરૂમના લીધેલા નાણા પરત અપાવવાને બદલે અરજી આપવાની વાત કરી હતી. હાલ બસ પોર્ટની બંને યુરીનોલોમાં ચાલી રહેલા લાખોમાં ભ્રષ્ટાચાર અંગે અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગત હોવાની આશંકા સાથે મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ફરીયાદ પોથીમાં ૧૭૯૧૬ર થી ફરીયાદ નોંધાવી હોવાનું ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા (મો. ૯૪ર૬ર ર૯૩૯૬) ની યાદીમાં જણાવાયું છે.
(4:52 PM IST)










