News of Monday, 24th February 2025
હજીરાની સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ AMNS કંપનીને 106 કરોડનો દંડ ફટકારાયો
દંડની રકમ 90 દિવસમાં ભરપાઈ કરવા અલ્ટિમેટમ: 90 દિવસમાં દંડ ભરપાઈ નહીં કરે તો પોતાના ખર્ચે ડિમોલિશન કરવાનું રહેશે

સુરત : હજીરાની AMNS કંપનીને રૂપિયા 106 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. હજીરાની સરકારી જમીન ઉપર કબજો કરવા બદલ રૂપિયા 106 કરોડનો દંડ કરાયો છે. આ સાથે જ દંડની રકમ 90 દિવસમાં ભરપાઈ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. 90 દિવસમાં દંડ ભરપાઈ નહીં કરે તો પોતાના ખર્ચે ડિમોલિશન કરવાનું રહેશે.
કંપનીએ છેલ્લા 34 વર્ષથી અંદાજિત 6.30 લાખ ચોરસમીટર સરકારી જમીન ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું છે.
(12:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
