<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

વડોદરા જીલ્લાના સાવલીના મોકસીની સીમમાંથી ૩.૩૭ કરોડનું ડ્રગ્‍સ ઝડપાયું

૨ આરોપીની ધરપકડઃ ૩ ની શોધખોળઃ સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા રોહન આનંદ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્‍યની સુચનાથી ફેક્‍ટરીમાં દરોડો

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા, તા.,૨૪ : વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં ખેતરમાં શેડની આડમાં બનાવેલ ફેકટરી માંથી ત્રણ કરોડ સાડત્રીસ લાખની કિંમતના મેફેડોન ડ્રગ્‍સ સાથે બે આરોપીને  વડોદરા ગ્રામ્‍ય SOG ટીમે ઝડપી પાડેલ છે.

        પોલીસે જગદીશભાઇ જીતસિંહ મહીડા, ઉ.વ-૪૨, રહે- મોકસી, મકાન નં-૧૫૮૮, જલારામ કોલોની, તા.સાવલી, જી.વડોદરા,પ્રેમચંદકુમાર હરીનારાયણ મહતો. ઉ.વ-૩૪, રહે- પંચવટી, ગોરવા વડોદરા શહેર તથા મુળ રહે- કુંડા, દેવીસ્‍થાન મંદિરની પાસે, તા.દેવ, જી.ઔરંગાબાદ, બિહારની ધરપકડ કરી છે.ચીરાગ ગીરીશભાઈ પટેલ, રહે- સમતા, ગોરવા, વડોદરા શહેર,  વિપુલ સીંગ, રહે- ઔરંગાબાદ, બિહાર , વિપુલ સીંગની શોધખોળ હાથ ધરી છે

વડોદરા ગ્રામ્‍ય SOG  સંદિપસિંહ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ તથા  રોહન આનંદ, પોલીસ અધિક્ષક, વડોદરા ગ્રામ્‍યની સુચનાથી  મોકસી ગામની સીમમાં રાણીયા જવાના રોડની બાજુમાં આવેલ ખેતરમાં જગદિશભાઇ મહિડા નામનો ઇસમ પોતાના કબ્‍જાના ખેતરમાં શેડ બનાવી તેમાં ઙ્કેમચંદ મહંતો નામના ઇસમ સાથે નશાકારક પદાર્થ મેફેડ્રોન સીન્‍થેટીક ડ્રગ્‍સ ફેકટરીમાં બનાવી વેચાણ કરતો હોવાની માહિતી આધારે, એસ.ઓ.જી. ટીમે નીચે મુજબના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી ભાદરવા પોલીસ સ્‍ટેશનમાં બન્ને ઇસમો વિરૂધ્‍ધ ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપીઓ જુદા જુદા ગુન્‍હામાં સંડોવાયેલ છે.

આ કામગીરી જે.એમ.ચાવડા, પોલીસ ઇન્‍સપેકટર,  એચ.એમ.જાળીયા પો.સ.ઇ., એ.ઓ.ભરવાડ, પો.સ.ઇ. , એ.એસ.આઇ. પ્રદિપભાઇ જેઠાભાઇ, એ.એસ.આઇ. નરવરસિંહ શ્રવણભાઇ, એ.એસ.આઇ. ફુરકાન ઇબ્રાહિમ,  એ.એસ.આઇ. અજીતસિંહ ગનુભા, એ.એસ.આઇ. મુકેશભાઈ કંચનભાઇ ,  અ.હે.કો. લાલજીભાઈ ખોડુભાઈ,  અ.હે.કો. ઉત્તમ ઠાકરશીભાઇ, અ.હે.કો. કલ્‍પેશભાઇ માધાભાઇ,  ડ્રા.મ.સ.ઇ. ઘનશ્‍યામ અમથાલાલ, અ.હે.કો. મોહનભાઇ ધર્માભાઇ, અ.હે.કો. પ્રવિણભાઇ કેશવભાઇ,  આ.હે.કો. કૈલાશ ભાલચંદ્ર,  અ.હે.કો. હરપાલસિંહ અજીતસિંહ, અ.હે.કો. હરેશભાઇ અમરૂભાઇ, અ.હે.કો. નરેશભાઇ પોલાભાઇ, અ.હે.કો. સમીઉલ્લા હેતમખાન ,  આ.પો.કો. ભાવિનભાઇ કાળુભાઇ,  આ.પો.કો. સુરેશભાઈ પ્રતાપભાઇ, આ.પો.કો. યુનુસખાન નુરમહંમદખાન, આ.પો.કો. મહંમદગીસખા યુસુફખાં, આ.પો.કો. રાહુલકુમાર મનહરભાઇ, આ.પો.કો. કિરણસિંહ અજીતસિંહ,  ડ્રા.મ.સ.ઇ. નિલેશ પાંડુરંગએ કરી છે.

(11:54 AM IST)