News of Monday, 24th February 2025
રાજયમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાતમાં 760 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 24 યાર્ડના ભાવ : જુઓ સંપૂર્ણં યાદી
ગુજરાતની 24 માર્કેટ યાર્ડમાં કુલ 18,701.05 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 24 માર્કેટ યાર્ડમાં કુલ 18,701.05 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ ખંભાત માર્કેટ યાર્ડમા 760 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 450 રૂ. અને નીચો ભાવ 160 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય અમદાવાદમાં 660 રૂ., આણંદમાં 600 રૂ., અંકલેશ્વરમાં 580 રૂ., ભાવનગરમાં 562 રૂ., દાહોદમાં 560 રૂ., ગોંડલમાં 501 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 18,701.05 ટન ડુંગળીની આવક થઇ છે.


(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
