<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

નડિયાદના મલારપુરાની મહિલાએ ખેડામાં એસપી કચેરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

બીજા લગ્ન બાદ છેલ્લા 4 મહિનાથી પતિ મારઝુડ કરતા હોવાની પોલીસને ફરિયાદ મહિલાએ કરી હતી.

નડિયાદના મલારપુરામાં રહેતી 45 વર્ષીય મહિલાએ ખેડામાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે  ખેડાની SP કચેરીમાં પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે  પીડિતાને મહિલા પોલીસકર્મી પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી.

  પ્રાથમિમક માહિતી અનુસાર પતિના મરણ બાદ મહિલાએ એકલવાયા જીવન બાદ અન્ય પુરુષ સાથે પ્રેમ સબંધ થતા લગ્ન કર્યા હતા.બીજા લગ્ન બાદ છેલ્લા 4 મહિનાથી પતિ મારઝુડ કરતા હોવાની પોલીસને ફરિયાદ મહિલાએ કરી હતી.

  જેમાં પતિ ઈબ્રાહીમ અલાદ દ્વારા મહિલા સાથે કોઈ વ્યહવાર ન હોવાની નોટિસ પ્રસિદ્ધ કરાવી હતી. મહિલાએ જ્યારે આ જાહેર નોટિસ વિશે જાણ્યું  હતું. આ મામલે મહિલાને  લાગી આવતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

(9:00 PM IST)