<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ૪૩

 

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધિઃ- ૪૩: મોઢાને થોડું ખુલ્લું રાખીને  મનને જીભની વચમાં સ્‍થિર કરો અથવા જયારે શ્વાસ ચુપચાપ ભીતર જાય, હકાર ધ્‍વનિને અનુભવ કરો

મોંને બંધ નહી, થોડુ ખુલ્લું રાખવાનું છે. જાણે કે તમે બોલવા માગો છો એવુ નહી કે તમે બોલી રહ્યા છો, એવુ જ જાણે તમે બોલવાના છો. મોંને એટલું જ ખોલો જેટલું એ સમયે બોલતા હોવ. જયારે બોલવાના હોવ ત્‍યારે મનને જીભના વચમાં સ્‍થિર કરો. ત્‍યારે તમને અજીબ અનુભવ થશે કારણ કે જીભ વચ્‍ચે એક કેન્‍દ્ર છે જે તમારા વિચારોને નિયંત્રિત કરે છે. જો તમે અચાનક સજાગ થઇ જાવ અને એ કેન્‍દ્ર ઉપર મનને સ્‍થિર કરો તો તમારા વિચાર બંધ થઇ જશે. જીભની બરાબર વચમાં મનને સ્‍થિર કરો માની લો કે તમારૂ આખું મન જીભમાં આવી ગયું છે. જીભની વચ્‍ચે.

જીભમાં બોલવાનું વાણીનું કેન્‍દ્ર છે અને વિચાર વાણી છે. જયારે તમે બોલો છો કે વિચારો છો તો શું કરો છો? તમે પોતાના ભીતર વાતચીત કરો છો. શું તમે ભીતર વાત કર્યા વગર વિચાર કરી શકો છો? તમે એકલા છો તમે કોઇ બીજા માણસ સાથે વાતચીત કરી રહ્યા નથી પરંતુ ત્‍યારે તમે વિચાર કરી રહ્યા છો. જયારે તમે વિચાર કરી રહ્યા છો ત્‍યારે શું કરી રહ્યા છો અને તેમાં તમારી જીભ જોડાયેલી છે.

હવે પછી તમે વિચારમાં હોવ તો સજાગ થઇને પોતાની જીભ ઉપર અવધાન આપો. એ વખતે તમારી જીભ એવી રીતે હાલશે જેમ કે એ વખતે કોઇની સાથે વાતચીત કરતા હાલે છે. પછી અવધાન આપો અને તમને ખબર પડશે કે તરંગો જીભના મધ્‍યમાં કેન્‍દ્રિત છે અને તે મધ્‍યમાંથી આખી જીભ ઉપર ફેલાઇ જાય છે. સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:19 AM IST)