<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

વાવડીમાં કારખાનાની રૂમમાં યુપીના ૧૯ વર્ષના વિજયનો ફાંસો ખાઇ આપઘાત

સાથી કર્મચારી જગાડવા ગયો ત્‍યારે લટકતો મળ્‍યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૪: ગોંડલ રોડ પર વાવડીમાં ફાલ્‍કન પંપવાળી શેરીમાં આવેલા ખોડલ ટ્રેડર્સ નામના કારખાનામાં મજૂરી કરતાં અને ઉપર વર્કર્સના રૂમમાં રહેતાં મુળ ઉત્તરપ્રદેશના વિજય દયારામભાઇ કશ્‍યપ (ઉ.વ.૧૯) નામના યુવાને રૂમમાં લોખંડના એંગલમાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

આપઘાતના બનાવની જાણ થતાં તાલુકા પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વિજય પાંચ ભાઇ અને બે બહેનમાં નાનો હતો. તે કેટલાક  સમયથી અહિ રહી મજૂરી કરતો હતો. સવારે તેનો સાથી કર્મચારી તેને જગાડવા ગયો ત્‍યારે લટકતો મળતાં શેઠને જાણ કરી હતી. વિજયએ આ પગલુ શા માટે ભર્યુ તે બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી હતી.

(3:24 PM IST)