News of Monday, 24th February 2025
૨૦ વર્ષની અપરિણીત દીકરી ગર્ભવતી થઈ ગઈ એટલે માતાએ તેની હત્યા કરી નાખી
પોલીસે મમતાની ધરપકડ કરી હતી, જયારે તેની નાની દીકરીને બાળસુધારગૃહમાં મોકલી આપી હતી

મુંબઇ તા.ર૪: જનેતા દ્વારા જ સગી દીકરીની હત્યાની આ ચોંકાવનારી ઘટના નાલાસોપારા-વેસ્ટના યશવંતનગરમાં બની હતી. અસ્મિતા અપરિણીત હતી અને છતાં તે ગર્ભવતી થવાથી મમતા વિફરી હતી. મમતાએ નાની દીકરી સાથે મળીને અસ્મિતાનું ખૂન કર્યું હતું. જોકે એ પછી મમતાએ તેને ફાંસામાં લટકાવીને પોલીસને એવી જાણ કરી કે અસ્મિતાએ આત્મહત્યા કરી છે. પોલીસે પહેલાં તો એક્સિડેન્ટલ ડેથની નોંધ કરી હતી. જોકે પ્રાથમિક તપાસમાં અસ્મિતાનો ચહેરો સૂજેલો હતો અને તેના બન્ને હાથ પર બટકાં ભર્યાં હોવાની નિશાનીઓ હોવાથી મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે જે. જે. હોસ્પિટલમાં મોકલ્યો હતો. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં જણાઈ આવ્યું હતું કે અસ્મિતાની હત્યા કરવામાં આવી હતી. એથી પોલીસે કડકાઇથી પૂછતાં મમતાએ હત્યા કરવાનું કબૂલી લીધું હતું. નાની દીકરીએ અસ્મિતાના પગ પકડી રાખ્યા હતા અને મમતાએ દોરીથી ગળું દબાવીને તેની હત્યા કરી હતી. પોલીસે મમતાની ધરપકડ કરી હતી, જયારે તેની નાની દીકરીને બાળસુધારગૃહમાં મોકલી આપી હતી. (૩પ.૩)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
