તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Monday, 24th February 2025
ટેરિફનાં ભયથી થરથર કાંપતુ શેરબજાર
ઇન્વેસ્ટરોના લાખો-કરોડ રૂપિયા ડુબ્યા સેન્સેકસમાં ૭૫૦ તો નીફટીમાં ૨૨૨ પોઇન્ટનું ગાબડું

નવી દિલ્હી, તા.૨૪: ભારતીય શેરબજારમાં ઘટાડો અટકવાનું નામ નથી લઈ રહયો. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે મોટો ઘટાડો જોવા મળ્યા બાદ, સોમવારે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શેરનો સેન્સેક્સ ખુલતાની સાથે જ ૭૫૦ પોઈન્ટથી વધુ ઘટયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૨૨૨ પોઈન્ટ નીચે ટ્રેડ થતો જોવા મળ્યો. દરમિયાન, શરૂઆતના કારોબારમાં, BSE લાર્જકેપમાં સમાવિષ્ટ ૩૦ માંથી ૨૯ શેર ઘટાડા સાથે શરૂ થયા અને સૌથી મોટો ઘટાડો ઝોમેટોના શેરમાં જોવા મળ્યો. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની ધમકીની અસર ફરી એકવાર શેરબજાર પર જોવા મળી છે. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૭૪૪ ઘટીને ૭૪૫૬૬ તો નીફટી ૨૨૨ ઘટીને ૨૨૫૭૩ ઉપર છે.
સોમવારે, શેરબજારમાં કારોબારની શરૂઆતમાં, BSE સેન્સેક્સ ૭૪,૮૯૩.૪૫ ના સ્તરે ખુલ્યો, જે તેના અગાઉના બંધ ૭૫,૩૧૧.૦૬ થી નીચે ગયો અને થોડા જ સમયમાં તે ૭૪,૭૩૦ ના સ્તરે સરકી ગયો. આ ઘટાડો વધતો રહ્યો અને માત્ર ૧૫ મિનિટના ટ્રેડિંગમાં, સેન્સેક્સ ૬૯૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૯૧% ઘટીને ૭૪,૬૧૩.૩૮ ના સ્તરે પહોંચી ગયો. બીજી તરફ, NSE નિફ્ટી ૨૨,૬૦૯.૩૫ પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ ૨૨,૭૯૫.૯૦ થી નીચે હતો, અને થોડીવારમાં, સેન્સેક્સની સાથે, તે લગભગ ૨૨૨ પોઈન્ટ ઘટીને ૨૨,૫૭૮ ના સ્તરે પહોંચ્યો.
આ ૧૦ શેર ખુલતાની સાથે જ તૂટી પડયા : આજે શેરબજારમાં શરૂઆતના ઘટાડા વચ્ચે, ઝોમેટો શેર (૨.૦૬%), HCL ટેક શેર (૧.૯૩%), HDFC બેંક શેર (૧.૩૮%), TCS શેર (૧.૩૪%) અને ઇન્ફોસિસ શેર (૧.૧૦%) જેવી લાર્જ-કેપ કંપનીઓના શેર નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. બીજી તરફ, મિડકેપ કેટેગરીમાં -ેસ્ટિજ શેર (૪.૧૪%), IREDA શેર (૩.૨૫%), સુઝલોન શેર (૩.૦૬%) અને RVNL શેર (૨.૭૯%) નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, સ્મોલકેપ કેટેગરીમાં સૌથી મોટો ઘટાડો રાજેશ એક્સપોર્ટ શેરમાં જોવા મળ્યો, જે ખુલતાની સાથે જ ૭% ઘટયો.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
