તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Monday, 24th February 2025
અભિનેતા અક્ષય કુમાર મહાકુંભ પહોંચ્યા : સંગમમાં આસ્થાભેર ડૂબકી લગાવી :યુપી સરકારની પ્રશંસા કરી
અક્ષયે કહ્યું કે આ વખતે અદાણીથી લઈને અંબાણી સુધીના મોટા લોકો આવ્યા છે. આ માટે વ્યવસ્થા કરનારા તમામ લોકો અને પોલીસનો પણ આભાર માન્યો

મુંબઈ :બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર આજે પ્રયાગરાજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સંગમમાં સ્નાન કર્યું અને ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી હતી. 2019 ના કુંભ સાથે સરખામણી કરતા અક્ષયે કહ્યું કે આ વખતે અદાણીથી લઈને અંબાણી સુધીના મોટા લોકો આવ્યા છે. આ માટે વ્યવસ્થા કરનારા તમામ લોકો અને પોલીસનો પણ આભાર માન્યો.
અક્ષય કુમારે કહ્યું કે મને ખૂબ મજા આવી. આ ખૂબ જ સારી વ્યવસ્થા છે. મુખ્યમંત્રી સાહેબ યોગીનો આભાર કે તેમણે આટલી સારી વ્યવસ્થા કરી છે. મને હજુ પણ યાદ છે કે જ્યારે 2019 માં છેલ્લો કુંભ મેળો યોજાયો હતો, ત્યારે લોકો પોટલીઓ લઈને આવતા હતા. હવે આ સમયે મોટા લોકો આવી રહ્યા છે. અંબાણી આવી રહ્યા છે, અદાણી આવી રહ્યા છે. મોટા કલાકારો આવી રહ્યા છે. આ ખૂબ સરસ છે. હું બધા પોલીસકર્મીઓ અને શ્રમિકોનો આભાર માનું છું જેમણે દરેકની ખૂબ કાળજી લીધી છે.
અક્ષય કુમાર સફેદ કુર્તા સાથે સંગમ પહોંચ્યા હતા. જ્યાં અનેક તેમના ચાહકો હતા તેમણે અક્ષય કુમાર સાથે સેલ્ફી લીધી હતી. ઉલ્લેખનીય છે કે મહાકુંભને હવે બે દિવસ રહ્યા છે. મહાશિવરાત્રીનું છેલ્લું સ્નાન મહોત્સવ 26 ફેબ્રુઆરીએ છે. જો કે તેની પહેલા જ ભક્તોની ભીડ જામી રહી છે. જેને લઈને પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
