<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th February 2025

ભાવનગરના નારી ચોકડી નજીક કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા વૃઘ્ધનું મોત

વેગન આર કારના ચાલકે બાઈક પર સવાર વૃદ્ધને અડફેટે લીધા:ટક્કર લાગતા ત્રણ ચાર ગુલાંટ સાથે ફંગોળાઈ જતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું

ભાવનગર: શહેરના નારી ચોકડી નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા એક અજાણ્યા વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

 જાણવા મળ્યા મુજબ પુરઝડપે આવી રહેલી વેગન આર કારના ચાલકે બાઈક પર સવાર વૃદ્ધને અડફેટે લીધા હતા. જ્યાં ટક્કર લાગતા ત્રણ ચાર ગુલાંટ સાથે ફંગોળાઈ જતા વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત થતા સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા તેમજ મામલાની જાણ થતાં જ વરતેજ પોલીસ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ હતી.

 

(12:05 AM IST)