તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
પ્રેસનોંધ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી મુક્તજીવન સ્વામીબાપા ઓડીટોરિયમ ખાતે ક્રાઉડ મેનેજમેન્ટની તાલીમ કાર્યક્રમ યોજાયો......

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી શ્રી મુક્તજીવન સ્વામીબાપા ઓડિટોરિયમ ખાતે નાગરિક સંરક્ષણ દળના અધિકારી તથા વોર્ડનો, હોમગાર્ડના અધિકારી તથા જવાનો, IHRDCના સભ્યો તથા ગુરૂકુળમાં ભણતા વિદ્યાર્થીઓ આશરે ૧૫૦ જેટલા સભ્યોને GIDMના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.સંદિપ પાંડે તથા એડી.કલેકટર શ્નિલેશ દુબે તથા નાગરિક સંરક્ષણ દળના નાયબ પોલીસ અધિક્ષક અને કમાન્ડન્ટ એ.એ.શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમમાં તમામ સભ્યોને ક્રાઉડ મેનેજમેન્ટની તાલીમ આપવામાં આવી હતી.
આ ક્રાઉડ મેનેજમેન્ટની તાલીમ કાર્યક્રમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ડિઝાસ્ટર એન્ડ રેસ્કયુ ટિમ જે ૨૫ વર્ષથી કાર્યરત છે, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM), IHRDC તથા નાગરિક સંરક્ષણના ડેપ્યુટી ચીફ વોર્ડનના સહયોગથી કરવામાં આવ્યો હતો.
મહંત સદૂગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી
(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
