<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

તેરા તુજકો અર્પણઃ થોરાળા પોલીસે ફ્રોડમાં ગયેલી રકમ અને મોબાઇલ ફોન પરત અપાવ્‍યા

રૂા. ૨,૮૯,૦૦૦ની મત્તા એસીપી બી.વી. જાધવ, પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, દિનેશભાઇની ટીમે અરજદારોને પરત કરી

રાજકોટઃ શહેર થોરાળા પોલીસ સ્‍ટેશન દ્વારા જે લોકોએ ફ્રોડથી રકમ ગુમાવી હોય અને જેમના મોબાઇલ ખોવાયા, ચોરાયા હોય તે પરત આપવા ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ કામગીરી કરવામાં આવી હતી. જેમાં સાયબર ફ્રોડમાં અરજદારોએ ગુમાવેલ રૂા. ૧,૬૬,૦૦૦ તથા રૂા. ૧,૨૩,૦૦૦ના ૮ મોબાઇલ ફોન પરત અપાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એન. જી. વાઘેલા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, કોન્‍સ. દિનેશભાઇ વાળાની ટીમે આ કામગીરી કરી હતી.

(3:49 PM IST)