<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th February 2025

તાવથી વૈશાલીનગરના ૮ મહિનાના વનરાજનું મોત

 

રાજકોટ તા. ૨૪: શહેરમાં રોગચાળો કાબુમાં આવ્‍યાના ગાણા ગવાઇ રહ્યા છે એ વચ્‍ચે આઠ મહિનાના બાળકનું તાવથી મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતાં બાલાભાઇ સોહલાનો આઠ મહિનાનો પુત્ર વનરાજ બેભાન થઇ જતાં મોત થતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. બાલાભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે પુત્ર પૈકી વનરાજ નાનો હતો. બે ત્રણ દિવસથી તાવ આવતો હોઇ શનિવારે બેભાન થઇ જતાં ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાયેલ. પરંતુ સારવારમાં દમ તોડી દીધો હતો. ગાંધીગ્રામ પોલીસને જાણ થતાં મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

બેભાન હાલતમાં રાજારામ સોસાયટીના શીવજીભાઇ સાકરીયાનું મૃત્‍યુ

બીજા બનાવમાં સામા કાંઠે રાજારામ સોસાયટીમાં રહેતાં શીવજીભાઇ ભીખાભાઇ સાકરીયા (ઉ.વ.૬૬) ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મૃત્‍યુ થતાં બી-ડિવીઝન પોલીસ મથકના કેતનભાઇ મકવાણાએ કાર્યવાહી કરી હતી. મૃતક નિવૃત શિક્ષક હતાં અને સંતાનમાં એક પુત્ર છે જે કાલાવડમાં તલાટીમંત્રી છે. શીવજીભાઇને ડાયાબીટીસ હોઇ શ્વાસ ચડયા બાદ બેભાન થઇ ગયા હતાં અને મૃત્‍યુ થયાનું તપાસમાં ખુલ્‍યું હતું.

(5:00 PM IST)