તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th February 2025
જર્મનીમાં બદલાશે ચાન્સેલર

નવી દિલ્હી: જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્જે રવિવારે પોતાની પાર્ટીની ચૂંટણી હાર સ્વીકારી લીધી અને વિપક્ષી કન્ઝર્વેટિવ નેતા ફ્રેડરિક મર્ઝને અભિનંદન પાઠવ્યા છે. શોલ્જે કહ્યું કે, 'આ અમારી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD) માટે કડવું ચૂંટણી પરિણામ છે, આ અમારી ચૂંટણી હાર છે.' મર્ઝને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ચૂંટણીમાં તમારી જીત બદલ તમને અભિનંદન. આ જીત સાથે ફ્રેડરિક મર્ઝ દેશના આગામી ચાન્સેલર બનવાના પ્રબળ દાવેદાર બની ગયા છે. ચૂંટણી પરિણામો પછી મર્ઝે કહ્યું કે, હું શક્ય તેટલી વહેલી તકે નવી સરકાર બનાવીશ, જેથી જર્મનીને ફરીથી યુરોપમાં પ્રભાવશાળી બનાવી શકાય.
તમને જણાવી દઈએ કે, ચૂંટણીમાં વિપક્ષી રૂઢિવાદી ગઠબંધન ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) અને ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન (CSU) ને 28.5% મત મળ્યા છે, જેના કારણે તે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. બીજી તરફ ધૂર-દક્ષિણપંથી અલ્ટરનેટિવ ફોર જર્મની (AfD) એ 20% મત મેળવ્યા અને તે બીજા સ્થાને રહી. AfDનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જ્યારે ઓલાફ શોલ્જની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SPD)ને 16.5% મત મળ્યા, જે બીજા વિશ્વયુદ્ધ પછીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. ગ્રીન્સને 12%, ફ્રી ડેમોક્રેટિક પાર્ટી (FDP) ને 5% (સંસદમાં પ્રવેશવા માટે લઘુત્તમ સીમા), વામપંથી પાર્ટી (Die Linke) ને 9% અને BSW (સહરા વાગેનક્નેચની બ્રેકઅવે લેફ્ટ પાર્ટી) ને 5% મત મળ્યા છે.
ફ્રેડરિક મર્ઝે હજુ સુધી કોઈ સરકારી પદ નથી સંભાળ્યું, હવે એક મજબૂત ગઠબંધન બનાવવાનો પડકારનો સામનો કરવો પડશે. તેમણે મજબૂત નેતૃત્વ અને આંતરરાષ્ટ્રીય સમર્થનનું વચન આપ્યું છે, પરંતુ વિભાજિત રાજકીય પરિદૃશ્યમાં ગઠબંધન બનાવવું સરળ નહીં રહેશે. ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમિગ્રેશન અને AfDની ભૂમિકા પ્રમુખ મુદ્દા રહ્યા. મુખ્યધારાની પાર્ટીઓ AfD સાથે ગઠબંધન કરવા તૈયાર નથી, કારણ કે જર્મનીનો ઈતિહાસ દક્ષિણપંથી રાજકારણથી પ્રભાવિત રહ્યો છે.
(6:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
