<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રશિયામાં ૩૦ વાર ભૂકંપના આંચકા અનુભવાયા : કામચાટકા દ્વીપકલ્‍પ, પૂર્વી કિનારા પર કામચાટકા દ્વીપકલ્‍પ નજીક આવેલા ભૂકંપે ભારે તબાહી મચાવી છે. રિક્‍ટર સ્‍કેલ પર ૮.૭ ની તીવ્રતાના ભૂકંપથી જ્‍યારે ધરતી ધ્રુજી ઉઠી ત્‍યારે લોકો પણ ગભરાઈ ગયા. રશિયન એજન્‍સીનું કહેવું છે કે ભૂકંપ પછી કામચાટકામાં ૩૦ થી વધુ આફ્‌ટરશોક્‍સ અનુભવાયા હતા. થોડીવારમાં વિનાશની શકયતાને જોતાં, લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડવા લાગ્‍યા. ભૂકંપ પછી, રશિયાના કુરિલ ટાપુઓ અને જાપાનના મોટા ઉત્તરીય ટાપુ હોક્કાઇડોના દરિયાકાંઠાના વિસ્‍તારોમાં સુનામી આવી. ઘણા વિસ્‍તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના કારણે લોકોની મુશ્‍કેલીઓ વધી ગઈ છે. ભૂકંપના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે4:13 PM IST

આખા પરિવારને આપઘાત કરતા રોકી, માત્ર સુફિયાણી સલાહ નહીં ૮ લાખનું દેણું ચૂકવવા મહત્‍વની ભૂમિકા ભજવી : બેંક સહિત અન્‍ય લોકોના રૂપિયા ચૂકવવા અસમર્થ એ આખા પરિવારનો જીવ બચાવનાર અમદાવાદ પોલીસની માનવતાભરી કામગીરી વિષે જાણી આ પોલીસ પર આફ્રિન પોકારી ઉઠશો : બેંકો પરિવારને સમજાવતા પહેલા પોલીસ કમિશ્નર જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્‍લિકે પોતાના તરફથી થોડું અનુદાન આપ્‍યું. સેકટર વડા જયપાલસિહ રાઠોડ, રવિ સેની વિગેરેના માર્ગદર્શનમાં ડીસીપી પ્રદીપસિહ જાડેજા, ઇસનપુર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર બી.એસ.જાડેજા સ્‍ટાફે બાળકીની ૩૦ હજારની ફી સહિત દાતાઓની મદદથી ૮૦ ટીકા બીજો ઓછો કરી આપતા, પરિવારને પોલીસમાં મશીહાના દર્શન થયેલા2:11 PM IST