લેન્સકાર્ટે IPO દ્વારા રૂ.૮,૬૮૬ કરોડ ભંડોળ એકત્ર કરશે
લેન્સકાર્ટે સેબીમાં ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યાઃ કંપની આ IPOમાં ૨,૧૫૦ કરોડ રૂપિયાના નવા શેર જારી કરશે

મુંબઈ, તા.૩૦: ચશ્મા બનાવતી કંપની લેન્સકાર્ટ તેની પ્રારંભિક જાહેર ઓફર એટલે કે IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ બજાર નિયમનકાર સિકયોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા સમક્ષ IPO માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ એટલે કે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા છે.
કંપની આ IPOમાં ૨,૧૫૦ કરોડ રૂપિયાના નવા શેર જારી કરશે. આ સાથે, કંપનીના હાલના શેરધારકો પણ તેમના કેટલાક શેર ઓફર-ફોર-સેલ એટલે કે બ્જ્લ્ દ્વારા વેચશે. કંપનીના શેરધારકોમાં પિયુષ બંસલ, નેહા બંસલ, અમિત ચૌધરી અને અન્યનો સમાવેશ થાય છે.
કંપનીનો આ IPO ફ્રેશ ઇશ્યૂ અને બ્જ્લ્નું મિશ્રણ છે, જેના દ્વારા કુલ ૧૩.૨૨ કરોડથી વધુ શેર જારી કરવામાં આવશે. શેરધારકોમાં પ્રમોટર સેલિંગ શેરધારકો અને રોકાણકાર સેલિંગ શેરધારકો જેમ કે SVF II લાઇટબલ્બ (કેમેન) લિમિટેડ અને શ્રોડર્સ કેપિટલ -ાઇવેટ ઇક્વિટી એશિયા મોરિશિયસ લિમિટેડનો પણ સમાવેશ થાય છે.
અહેવાલ મુજબ, કંપની ૧૦ અબજ ડોલર (લગભગ ૮૬,૮૭૫ કરોડ રૂપિયા) ના મૂલ્યાંકન પર ૧ અબજ ડોલર (વર્તમાન મૂલ્ય - આશરે રૂ.૮,૬૮૬ કરોડ) ભંડોળ એકત્ર કરશે.
લેન્સકાર્ટ ૪૩૦ કરોડ રૂપિયાના પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પર પણ વિચાર કરી રહ્યું છે, ત્યારબાદ નવા ઈશ્યુનું કદ ઘટાડવામાં આવશે. કંપની IPOમાંથી એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ વ્યૂહાત્મક પહેલ માટે કરશે.
કંપનીની વ્યૂહાત્મક પહેલમાં કંપની સંચાલિત કંપની માલિકીના નવા સ્ટોર્સ, ટેકનોલોજીમાં રોકાણ, બ્રાન્ડ માર્કેટિંગ અને સંભવિત સંપાદનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, આ ભંડોળનો ઉપયોગ કોકો સ્ટોર્સ ભાડે આપવા માટે પણ કરવામાં આવશે. કંપની આ ભંડોળનો ઉપયોગ ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને બ્રાન્ડ જાગળતિ વધારવા માટે પણ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
