<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

તસ્‍કરો હાઇટેક થયાઃ ગુગલ મેપથી સર્ચ કરીને ત્રાટકતા

જામનગર એલસીબી ટીમે ર તસ્‍કરોને ઝડપી લીધાઃ સોલાર પ્‍લાન્‍ટના કોપર અને એલ્‍યુમીનીયમ વાયરની ચોરી કરતાઃ ૧ર ચોરીનો ભેદ ઉકેલાયોઃ રૂા. ૭.૯૦ લાખનો મુદામાલ જપ્ત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩૦ :.. તસ્‍કરો પણ હવે આધુનિક બન્‍યા છે. હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઇ જગ્‍યાએ ચોરી કરવી તે નકકી કરતા હતાં. જેનો જામનગરમાં પર્દાફાશ થયો છે.

 પોલીસ મહાનિરીક્ષક  રાજકોટ વિભાગ રાજકોટ, શ્રી અશોકકુમાર  (આઇપીએસ) નાઓ તથા પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલૂ  (આઇપીએસ) પ્રતિભા  (આઇપીએસ) મદદનીસ પોલીસ અધિક્ષક-લાલપુર વિભાગ નાઓના સુપરવિઝન હેઠળ ચોરીનો ભેદ ઉકેલાયો છે.

 લાલપુર તાલુકાના ગોવાણા ગામ તરફથી અર્ટીગાકાર નંબર-જી.જે.૦૪ઇએ ૨૬૨૫ મા ચોરીનો વાયર લઇ આવી રહેલ છે. તેવી હકિકત આઘારે અર્ટીગાકાર મા બેઠેલ બે ઇસમોને પકડી પાડી કારમા રહેલ ચોરીનો કેબલ વાયર કબ્‍જે કરી,  આરોપીઓ વિરૂધ્‍ધ પો.સબ ઇન્‍સ શ્રી સી.એમ.કાંટેલીયા નાઓ દ્રારા કાયદેસર ની કાર્યવાહી કરવામા આવેલ છે.

પોલીસે  (૧) મહેશ ઉર્ફે લાલો મથુરભાઇ મકવાણા (ડ્રાઇવીંગ) રહે. નિર્મળનગર બસ ટેન્‍ડ પાસે, હીરા બજાર ભાવનગર (૨) કલ્‍પેશભાઇ ઉર્ફે કપુ હિંમતભાઇ ડાભી (હીરા ધસવાનો) રહે. શીહોર, તા.શીહોર જી.ભાવનગરને ઝડપી લીધા છે.

જયારે (૧) ગોપાલ  નરશીભાઈ વાધેલા રહે. ઉંડવી તા.શીહોર ભાવનગર, અજય  પ્રવિણભાઇ ડાભી રહે. શીહોર ભાવનગર, અલ્‍પેશભાઇ દિનેશભાઈ કોળી રહે, શીહોર ટોડા ભાવનગર, ભરતભાઇ ડુંગરભાઇ વાધેલા રહે. ઇશ્વરીયા તા.શીહોર ભાવનગર,,  લાલજી કલ્‍યાણભાઇ ચૌહાણ રહે. ઇશ્વરીયા તા.શીહોરની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે (૧) સોલાર પેનલ ડી. સી. કનેકટર નંગ ૮૦ કિ. રૂા. પ૦૦૦, (ર) કોપર કેબલ વાયર ર૪૦૦ મીટર કિ. રૂા. ૭પ,૦૦૦, (૩) અટિગા કાર-૧ કિ. રૂા. ૭,૦૦,૦૦૦ (૪) મો. ફોન-ર કિ. રૂા. ૧૦,૦૦૦ (પ) વાયર કાપરનું કટર મશીન-૩ કિ. રૂા. ૩૦૦ મળીને રૂા. ૭,૯૦,૩૦૦ નો મુદામાલ જપ્ત કરેલ છે.

આરોપીઓ ગુગલ મેપમા સર્ચ કરી સોલાર પ્‍લાન્‍ટ વાળી જગ્‍યા કયા આવેલ, તે સર્ચ કરી મેપમા સર્ચ કરેલ જગ્‍યાએ ફોર વ્‍હીલકાર મા આવી, કટર મશીનથી કેબલ વાયરને ચોરીને અંજામ આપેલ છે,

 કાર્યવાહી પો.ઇન્‍સ. વી.એમ લગારીયા ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા.તથા પો.સ.ઇ. પી.એન મોરી તથા એલ.સી.બી. સ્‍ટાફના હરપાલસિંહ સોઢા ભરતભાઈ પટેલ નાનજીભાઇ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઇ તલાવડીયા હિરેનભાઇ વરણવા, ઘનશ્‍યામભાઇ ડેરવાળીયા, કાસમભાઇ બ્‍લોચ, યુવરાજસિંહ ઝાલા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ,ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્‍દ્રસિંહ એન જાડેજા, ભરતભાઇ ડાંગર, મયુરસિંહ પરમાર, સુમીતભાઇ શીયાર, ભયપાલસિંહ જાડેજા, અજયભાઈ વિરડા, નિર્મળસિંહ એસ.જાડેજા કિશોરભાઈ પરમાર, રૂષિરાજસિંહ વાળા બળવંતસિંહ પરમાર, ધમેન્‍દ્રસિંહ એમ. જાડેજા, દયારામ ત્રિવેદી તથા બીજલભાઇ બાલાસરા સુરેશભાઇ માલકિયા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

(4:15 PM IST)