તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
બનાસકાંઠાના થરાદ ડુવામાં પ્રેમપ્રકરણની અદાવતમાં યુવકના પિતાની હથિયારથી હુમલો કરી ઘાતકી હત્યા
ડુવાના ધાખા ત્રણ રસ્તા પાસે યુવકના પિતાને ગાડીથી ટક્કર મારી અને ધાતક હથિયારો વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયા: યુવતીના 12 પરિવારજનો સામે હત્યાની ફરિયાદ

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામે પ્રેમપ્રકરણની અદાવતમાં એક વૃદ્ધના ઘાતકી હત્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં ડુવાના ધાખા ત્રણ રસ્તા પાસે યુવકના પિતાને ગાડીથી ટક્કર મારી અને ત્યારબાદ ધાતક હથિયારો વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક જ કોમના બે જૂથો વચ્ચે બબાલ થયાનું પણ જાણવા મળ્યું હતું.
ડુવા ગામના એક યુવકના વૃદ્ધ પિતા પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા ત્યારે અન્ય ચાર ગાડીઓએ તેમને ટક્કર મારી હતી. ગાડીને ટક્કર માર્યા બાદ ગાડીમાં સવાર શખ્સોએ વૃદ્ધ પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેના કારણે તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ હત્યા પ્રેમપ્રકરણની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં મૃતક યુવકના પુત્રના પ્રેમપ્રકરણને કારણે આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં જણાવાયું હતું.
આ મામલે થરાદ પોલીસ મથકે યુવતીના 12 પરિવારજનો સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં સામાવેશ 12 લોકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. થરાદ પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં જ આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
