News of Wednesday, 30th July 2025
ટેસ્ટ સિરીઝ ડ્રો જાય તો પણ ટ્રોફી તો ઈંગ્લેન્ડના જ કબ્જામાં રહેશે
૨૦૧૮થી આ ટ્રોફી અંગ્રેજોના કબ્જામાં છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે. પાંચ ટેસ્ટની સિરીઝની છેલ્લી મેચ ૩૧ જુલાઈથી કેનિગ્ટન ઓવલમાં રમાશે. છેલ્લી ટેસ્ટ મેચ માટે બંને ટીમ કેનિગ્ટન પહોંચીને પ્રેક્ટિસ શરૂ કરી ચૂકી છે. ભારતીય ટીમ આ ટેસ્ટમાં જીતીને સિરીઝને બરાબરી પર પૂરી કરવા જ્યારે ઇંગ્લેન્ડ આ જીત સાથે સિરીઝ પોતાના નામે કરવા મેદાને ઉતરશે. જો ભારતીય ટીમ પાંચમી ટેસ્ટ મેચ જીતી જાય તો સિરીઝ ડ્રો થાય એવામાં એન્ડરસન તેંડુલકર ટ્રોફી કોના ફાળે જશે એ મહત્વનો પ્રશ્ન છે.
નિયમાનુસાર જ્યારે કોઈ ટેસ્ટ સિરીઝ બે ટીમો વચ્ચે ડ્રો થાય છે તો ટ્રોફી એ ટીમ પાસે જ રહે છે જેણે ગત વખતે ટ્રોફી જીતી હોય. જેમ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીનું નામ પહેલા પટૌડી ટ્રોફી હતું. ભારત અને ઇંગ્લેન્ડની ટીમો ગત વખતે ૨૦૨૧-૨૨માં પટૌડી ટ્રોફી માટે મેદાને ઉતરી હતી. ત્યારે સિરીઝ ડ્રો થઈ હતી. પરંતુ તે પહેલા ૨૦૧૮માં જ્યારે બંને ટીમો વચ્ચે સિરીઝ રમાઈ ત્યારે પરિણામ ઇંગ્લેન્ડ તરફી હતું,
ઇંગ્લેન્ડે ૪-૧થી સિરીઝ જીતી હતી. ત્યારથી આ ટ્રોફી ઇંગ્લેન્ડ પાસે જ છે. જો વર્તમાન સિરીઝ ડ્રો થઈ તો ટ્રોફી ઇંગ્લેન્ડ પાસે જ રહેશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જો કેનિગ્ટન ટેસ્ટ ડ્રો થાય તો ફરી ભારત સિરીઝ હારી જશે. કેમ કે ઇંગ્લેન્ડ પહેલા જ સિરીઝમાં ભારતથી ઉપર છે. ઇંગ્લેન્ડને જો કેનિગ્ટનમાં જીત મળી તો તે ૩-૧થી સિરીઝ જીતી જશે. જો સિરીઝ ૨-૨થી ડ્રો થાય તો પણ ટ્રોફી ઇંગ્લેન્ડના કબજામાં જ રહેશે
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
