<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

જ્ઞાન,માન અને શાનવાળા ડી.ડી.ઓ. હર્ષદ વોરાને જન્‍મદિન મુબારક

રાજકોટ સાથે સ્‍નેહની કડી, સર્વથી વડી

રાજકોટ : રાજયના વહીવટી તંત્રમાં જ્ઞાન,માન અને શાનવાળા,પ્રતિભાવંત અધિકારી તરીકે જાણીતા જૈનરત્‍ન શ્રી  હર્ષદ વોરા આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહયા છે. તેમનો જન્‍મ તા.૩૦ જુલાઇ ૧૯૬૯ના દિવસે થયેલ આજે ૫૭માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. પાલનપુર તેમનું વતન છે ૨૦૧૪ની બેચના  આઇ.એ.એસ કેડરના અધિકારી છે. નીતિ- નિયમોના પાલન સાથે હકારાત્‍મક અભિગમ તેમની આગવી ઓળખ છે તેઓ હાલ સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. 

શ્રી હર્ષદ વોરા અગાઉ કચ્‍છમાં આર.ટી.ઓ.માં મુખ્‍ય અધિકારી અને કાર્યકારી જિલ્લા પુરવઠા અધિકારી, વીરમગામ, પાટણ અને ગોધરામાં પ્રાંત અધિકારી, રાજકોટ, મહેસાણા અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર ગુજરાતના વાહન વ્‍યવહાર કમિશનર કચેરીમાં ખાસ ફરજ પરના અધિકારી વગેરે સ્‍થાનો સાંભળી ચૂકયા છે. ફોન.નં. ૦૨૭૭૨- ૨૪૨૩૫૦ મો. ૯૯૭૮૪ ૦૬૨૪૬ હિમતનગર 

(11:44 AM IST)