તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
ઓએમજી....ફ્રાન્સ,બ્રિટન બાદ હવે ભારતે પણ ઇઝરાયલનું ટેંશન વધાર્યું હોવાની માહિતી
યુનાઇટેડ નેશન્સમાં ખુલ્લેઆમ પેલેસ્ટાઇનને કર્યું સમર્થન:લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનું સ્થાયી સમાધાન લાવવા ઉદેશ સાથે યોજાઈ હતી કોન્ફરન્સ

નવી દિલ્હી: યુનાઈટેડ નેશન્સમાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનું સ્થાયી સમાધાન લાવવાના ઉદ્દેશ સાથે એક હાઈ-લેવલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં વિશ્વના મોટાભાગના દેશોએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં દાયકાથી ચાલી રહેલી આ સમસ્યા પર જુદા-જુદા દેશોએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. ભારતે પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેણે ઈઝરાયલ-પેલેસ્ટાઈન વિવાદ ઉકેલવા માટે ટુ-સ્ટેટ સોલ્યુશન્સ પર સમર્થન આપવાની વાતનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારતે યુએનમાં સ્પષ્ટ કહ્યું હતું કે, ઈઝરાયલ-પેલેસ્ટાઈન સંઘર્ષ ઉકેલવા માટે ચાલી રહેલા વૈશ્વિક પ્રયાસોને હવે વાતચીત અને કૂટનીતિ મારફત ટુ-સ્ટેટ સોલ્યુશન હાંસલ કરવા પર ફોકસ કરવુ જોઈએ. કોઈએ પણ દસ્તાવેજી સમાધાનથી સંતોષ માનવો જોઈએ નહીં. પરંતુ પ્રેક્ટિકલ સોલ્યુશન લાવવા પ્રયાસ કરવો જોઈએ. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પાર્વથાનેની હરીશે જણાવ્યું હતું કે, પેલેસ્ટાઈનના સવાલના શાંતિપૂર્ણ સમાધાન મુદ્દે યુએન કોન્ફરન્સમાં થયેલી ચર્ચાઓ પરથી નિશ્ચિત છે કે, આંતરરાષ્ટ્રીય સમુદાયનું માનવુ છે કે, ટુ-સ્ટેટ સોલ્યુશન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આ કોન્ફરન્સ ટુ-સ્ટેટ સોલ્યુશન મારફત શાંતિ સ્થાપિત કરવાની દિશામાં વિચારણા કરવાની તક આપે છે.
હરીશે જણાવ્યું કે, હવે અમારો પ્રયાસ આ વાત પર ફોકસ કરવાનો રહેશે કે, કેવી રીતે વાતચીત અને કૂટનીતિ મારફત બે રાજ્ય સમાધાન લાવી શકે અને અંદરોઅંદર લડી રહેલા બે પક્ષો એક-બીજા સાથે સીધો સંપર્ક સાધી શકે. સમર્થન માટે એવા પગલાં હાથ ધરવામાં આવે કે, જે ટુ-સ્ટેટ સોલ્યુશનનો માર્ગ મોકળો બનાવે. આ પગલાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ.
'પેલેસ્ટાઈનના સવાલનું શાંતિપૂર્ણ સમાધાન અને ટુ-સ્ટેટ સોલ્યુશન પર ન્યૂયોર્ક ડિક્લેરેશન' શીર્ષક હેઠળ 25 પાનાંનો આઉટકમ ડોક્યુમેન્ટ આપી ભાર મૂકવામાં આવ્યો છે કે, ગાઝામાં હવે યુદ્ધનો અંત આવવો જોઈએ. અને હમાસમાં તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ. 28-30 જુલાઈના રોજ યોજાયેલી હાઈ-લેવલ કોન્ફરન્સની કો-ચેરમેનશિપ સાઉદી અરેબિયા અને ફ્રાન્સે કરી હતી.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
