<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

WCL 2025 ના સેમિફાઇનલમાં ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થશે તો કઈ ટીમને સીધી ફાઇનલમાં પહોંચશે ? શું છે નિયમ

આ મેચને લઈને સવાલ ઉઠતા શું લીગ સ્ટેજમાં ભારતે પાકિસ્તાન સામે મેચ નહોતી રમી તો શું ફરીથી મેચનો બહિષ્કાર કરશે? જો આવું થશે તો કઈ ટીમને આનાથી ફાયદો થશે

ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર ચર્ચામાં છે. WCL 2025 ના સેમિફાઇનલમાં ઈન્ડિયા ચેમ્પિયન્સનો મુકાબલો પાકિસ્તાન સાથે થવાનો છે. જોકે આ મેચને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું લીગ સ્ટેજમાં ભારતે પાકિસ્તાન સામે મેચ નહોતી રમી તો શું ફરીથી મેચનો બહિષ્કાર કરશે? જો આવું થશે તો કઈ ટીમને આનાથી ફાયદો થશે અને કોણ ફાઇનલમાં પહોંચશે? જાણો

WCL 2025 ના સેમિફાઇનલમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે એન્ટ્રી કરી લીધી છે, જ્યાં હવે સેમિફાઇનલમાં તેનો સામનો પાકિસ્તાનથી છે. WCL 2025 ના લીગ સ્ટેજમાં જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ હતી ત્યારે ભારતીય ખેલાડીઓએ મેચમાંથી હટી જવાનો નિર્ણય લીધો હતો અને ત્યારબાદ મેચ કેન્સલ કરાઈ હતી. આ નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.

જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કેન્સલ થાય છે તો પાકિસ્તાનને સીધી ફાઇનલમાં એન્ટ્રી મળી જશે, કારણ કે તે લીગ સ્ટેજમાં ટોપ પર મોજુદ છે. અને આ સ્થિતિમાં ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જોકે અત્યાર સુધી આ મેચ રદ થવાની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, 'આતંકવાદ અને ક્રિકેટ એક સાથે નહીં...' તેવું કહીને એક કંપનીએ Ind vs Pak મેચને સ્પોન્સર કરવાનો ઇનકાર કર્યો છે.

(6:18 PM IST)